શહેરના ઘોઘારોડ પોલીસ મથકમાં હત્યાનો બનાવ બનેલો, પેરોલ મેળવી આરોપી હાથ તાળી આપતો ફરતો હતો
ભાવનગર એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એસ.બી.ભરવાડના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ હકિકત આધારે ભાવનગર શહેર ઘોઘારોડ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજીસ્ટર નંબર ૭૦/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૦૨ વિગેરે મુજબના ગુન્હામાં રાજકોટ જેલમાં કેદની સજા ભોગવતો પાકા કામનો કેદી નંબર -૪૭૮૧૭ સિધ્ધારાજ ઉર્ફે સુચોં ધીરૂભાઇ માચડા (ઉ.વ .૨૪ રહેવાસી પારૂલ સોસાયટી , ઘોઘા રોડ , ભાવનગર) રાજકોટ જેલમાં ઉપરોક્ત ગુન્હામાં સજા ભોગવતો હતો અને ગુજરાત હાઇકોર્ટના હુકમથી પેરોલ પર છુટેલ અને મજકુર કેદીને તા.૨૬ મેં ના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું પરંતુ જેલમાં હાજર થયેલ નહી અને પેરોલ જંપ કરી ગયેલ ફરાર થઇ ગયો હતો. આ કેદીને પારૂલ સોસાયટી શીવાજી સર્કલ ભાવનગર ખાતેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ મારફતે પરત રાજકોટ જેલ ખાતે બાકીની સજા ભોગવવા માટે મોકલી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.બી. ભરવાડના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, તથા પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલ તથા રાઘવેન્દ્રસિંહ ગોહિલ તથા ડ્રાઇવર પો.કોન્સ. ભગીરથસિંહ રાણા જોડાયા હતા.