ગ્રાહક ભલો છે. ગ્રાહક ભોળો છે. ગ્રાહક થોડો ડફોળ છે. ગ્રાહક ભ્રમ ફેલાવતી જાહેર ખબરોના કરોળિયાના જાળમાં શિકાર બની તરફડે છે. ઉત્પાદકો માટે ગ્રાહક કામધેનુ છે, જેને છેલ્લા ટીપા સુધી કંપનીઓ દોહી લે છે. ગ્રાહકને લૂંટવા માટે એડવર્ટાઇઝિંગ કંપનીઓ મનઘડંત જાહેરાતો બનાવે છે. જેને વાસ્તવિકતા સાથે નાહવા કે નિચોવવાનો સંબંધ નથી. બજારમાં માંગનું પ્રમાણ ગ્રાહક નક્કી કરે છે તેવો ભ્રમ ઉત્પન્ન કરીને ગ્રાહક શકટનો ભાર શ્વાન તાણે એવી સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવે છે. સ્લોગન, જીંગલ, ઓડિયો વીડિયો કન્ટેન્ટ તૈયાર કરવાન એડ ગુરૂઓ રીતસર પરસેવો વહાવે છે!!!
ગ્રાહક ભગવાન છે એમ મહાત્મા ગાંધીએ કહ્યું છે. આ નિર્વિવાદ મજાક બેઠકોની દિવાલ પર ફોટો ફ્રેમમાં શોભાનો ગાંઠિયો બનીને વગર હિંચકે ઝૂલતી હોય છે. જો કે, ગ્રાહકના અધિકારોની ઠંડા કલેજે નિર્મમ હત્યા બેંક પરિસરમાં થતી રહે છે. જય ગ્રાહક ભગવાન.
ગ્રાહક કોઇ ખરીદી કરતી સમયે ટકાઉ, ઉચ્ચ ગુણવતાયુકત,ઉતમ, કિફાયતી ભાવે, વાટાઘાટ – બાર્ગેઇનિંગ કરી થોડી સસ્તી, ત્રાજવાની ડાંડી નમતી રાખીને તોલાય તેવી ઇચ્છા રાખે છે. ટુંકમાં મુંગેરીલાલકે હસીન સપને!! શેખચલ્લી ખ્વાબ. એક વેપારી તેનાથી વિપરીત વલણ ધરાવે છે.
ગ્રાહકના હિતોનું રક્ષણ કરવા ગ્રાહક સુરક્ષા અધિનિયમ છે. જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમથી લઇને રાષ્ટ્રીય ગ્રાહક કમિશન છે. ગ્રાહકોને પૂરતા વજનની વસ્તુ મળે તે માટે નિયંત્રક તોલમાપનું તંત્ર છે. લગ્નમાં એકસપાયરી ડેટ હોતી નથી. પણ વસ્તુમાં એકસપાયરી ડેટ હોય છે!! એકસપાયરી ડેટપૂરી થઇ ગયેલી વસ્તુ વેચી ન શકાય.
હ્લજીજીછૈં સંપૂર્ણ સ્વરૂપ છે ભારત ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી છે, જે વર્ષ ૨૦૦૬ માં સ્થાપના કરી હતી.
હ્લજીજીછૈં ભારતમાં દરેક ખોરાક બિઝનેસ માટે ખોરાક લાયસન્સ પૂરી પાડવા માટે એક સત્તા છે. હ્લજીજીછૈં ખાતરી કરો કે ખોરાક બિઝનેસ યોગ્ય લાયસન્સ અને ગુણવત્તા ચેક સાથે ચાલે છે. ખોરાક ઉદ્યોગો હ્લજીજીછૈં નિયમો અને દિશાનિર્દેશોનું પાલન કરવાની પણ જરૂર પડે છે. હ્લજીજીછૈં ભારતમાં ખોરાક વ્યવસાયો કલ્યાણ માટે પ્રમાણભૂત અને સિદ્ધાંતો અને નિયંત્રણો સુયોજિત કરવા માટે જવાબદાર સંપૂર્ણપણે છે.
ખાદ્ય પદાર્થોની ગુણવતા માટે ફૂડ સેફ્ટી અને ફૂડ ક્વોલિટીની શરતો ક્યારેક ગૂંચવણમાં મૂકે છે. ખાદ્ય સલામતી એ તમામ ક્રોનિક અથવા તીવ્ર જોખમોનો ઉલ્લેખ કરે છે જે ખોરાકને ગ્રાહકના સ્વાસ્થ્ય માટે હાનિકારક બનાવી શકે છે. બિન-વાટાઘાટોપાત્ર. ખોરાકની ગુણવત્તા એક અલગ બાબત છે. જાળવણી માટે ખાદ્યપદાર્થોની જરૂરિયાતોને સમજવી, યોગ્ય પેકેજિંગ પસંદ કરવું, અદ્યતન પેકેજિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરવો, દરેક તબક્કે આધુનિક તકનીકોનો ઉપયોગ કરવો અને વૈજ્ઞાનિક જરૂરિયાતો અનુસાર કાર્ય કરવું જરૂરી છે.
આઇએસઆઇ માર્કની જેમ જ સોના પર પણ જે હોલમાર્કનો નિશાન હોય છે તે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવે છે.
સોની દ્વારા આ હોલમાર્ક નથી લગાવવામાં આવતા પણ એક ખાસ લેબોરેટરીમાં તેનું હોલમાર્કિંગ કરવામાં આવે છે.
બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડના લાયસેન્સ પ્રાપ્ત સોની કે જ્વેલર્સ જ શુદ્ધ હોલમાર્ક લગાયેલું સોનું આપી શકે છે.
હોલમાર્કિંગ લગાવવાથી સોનાના ભાવ નથી વધતા કારણ કે હોલમાર્ક લગાવવા માટે ખાલી ૨૫ રૂપિયાનો જ ખર્ચ થાય છે.
હોલમાર્કિંગથી જ્વેલરીમાં સોનું કેટલું છે અને અન્ય મેટલ કેટલું છે તેનું ચોક્કસ મૂલ્યાંકન અને સત્તાવાર રેકોર્ડ રાખવામાં આવે છે. કૃષિ પેદાશો માટે એગમાર્ક નક્કી થયેલ છે. શાકાહારી ચીજવસ્તુ માટે લીલા રંગનું ટપકું, મિશ્ર માટે ભૂરા રંગનું ટપકું અને માંસાહારી માટે લાલ રંગનું ટપકું નક્કી થયેલ છે!!
ગ્રાહકો માટે આટલી વ્યવસ્થા છે. ગ્રાહકો બે પૈસા બચાવવા બિલ વગર માલ લે છે. ખરીદેલ માલ ગેરંટી કે વોરંટી પિરિયડમાં હોવા છતાં રીપેરિંગ માટે પૈસા ચુકવે છે. છાપેલી મહતમ કિંમત કરતાં વધુ કિંમત ચુકવે છે!છતાં હક્ક માટે લડતાં નથી. હક્ક માટે લડવાની ઉદાસીનતાના લીધે બધા પેંધા પડે છે!! ગ્રાહકો પતિ કે પત્ની લગ્ન થયા પછી પડ્યું પાનું નિભાવી લે છે તેમ આવી બાબતો સહન કરે છે!! ઓનલાઇન કંપનીઓ આઇ ફોનને બદલે સાબુની ગોટી કે પથ્થર મોકલવાની હિંમત કેવી રીતે કરી શકે? પોપાબાઇનું રાજ છે કે મલ્ટીપ્લેકસ કે ફાઇવ સ્ટાર હોટલો પાણીની બાટલીની છાપેલી કિંમત વીસ રૂપિયાના બદલે પાંચસો રૂપિયા કેવી રીતે લઇ શકે? તમે ખરીદેલ વસ્તુ ખામીવાળી હોય તો રીપ્લેસ કરી આપવાની લિગલ અને મોરલ રિસ્પોન્સિબિલિટી છે. ઇન્કાર કેવી રીતે કરી શકે? આ કંઇ પ્રેમની પ્રપોઝલ છે કે એકઝાટકે ખારીજ કરી શકાય??
હમણા એક જાગૃત નાગરિકે હક્કની લડાઇ લડીને ખુદની સાથે બીજાને પણ ન્યાય અપાવ્યો!
રાજસ્થાનના કોટાના એન્જીનીયર સુજીત સ્વામીએ રેલવે પાસેથી ૩૫ રૂપિયા રિફંડ લેવા માટે ૫ વર્ષ સુધી લડેલી લડાઈ આખરે જીતી છે. ભલે આ લડાઈ તે એકલો લડયો પણ તેનો ફાયદો લગભગ ૩ લાખ લોકોને થશે. એન્જીનીયર સુજીત સ્વામીને મળેલા આરટીઆઈ જવાબ અનુસાર રેલવે એ ૨.૯૮ લાખ આઈઆરસીટીસી યુઝર્સને રિફંડમાં ૨.૪૩ કરોડ રૂપિયાની મંજુરી આપી દીધી છે. લગભગ ૫૦ આરટીઆઈ આવેદનો દાખલ કર્યા હતા. જીએસટી લાગુ થતા પહેલા પોતાની ટિકીટને રદ કરવા છતાં સેવા કરના રૂપે ૩૫ રૂપિયા વસુલવાની પોતાની લડાઈમાં ચાર સરકારી વિભાગોને પત્ર લખ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આઈઆરસીટીસીએ આરટીઆઈના જવાબમાં કહ્યું હતું કે દરેક ટિકીટ પર ૩૫ રૂપિયાના રિફંડની સાથે ૨.૯૮ લાખ ગ્રાહકોને કુલ ૨.૪૩ કરોડ રૂપિયાની રકમ મળશે.
હક નાનો હોય કે મોટો, હક એ હક છે, એને કિંમતથી ન આંકી શકાય, પણ એ મેળવવા માટે દૃઢ મનોબળ અને જુસ્સો જરૂરી છે. એક મહિલાએ ખરીદેલી રૂ.૨૦ની ગુલાબ જળની બોટલ તૂટેલી નીકળતાં દુકાનદાર પાસે પૈસા પાછા માગ્યા હતા, પણ તેણે ઇનકાર કરતાં તેમણે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી સાત હજાર વળતર તથા કોર્ટ કેસમાં થયેલો ખર્ચ માગ્યો હતો. આવા જ અન્ય કિસ્સામાં ઓનલાઇન ફોનને બદલે બોક્સમાંથી સાબુ મળતાં, તો ચોલી ડ્રેસમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાતાં ડિઝાઇનર સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરાઈ – બોટલનું ઢાંકણું ખુલ્લું હોવા છતાં દુકાનદારે ન બદલી આપ્યું.
જન્માષ્ટમીએ મંજરી પટેલે ગુલાબજ?ળની બોટલ ખરીદી હતી. ઘરે જઈ તપાસતાં બોટલનું ઢાંકણું ખુલ્લું હતું અને એમાં ૨૦ મિલી જળ હતું. તેઓ તરત જ બોટલ લઈ પાછા ગયા, પરંતુ દુકાનદારે બોટલ પાછી લેવા કે પૈસા આપવા ઇનકાર કર્યો હતો. છેવટે મંજરીબેને ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું કે, રૂ.૨૦નો સવાલ નથી, પરંતુ છેતરપિંડી સામે વિરોધ છે. કેસ દાખલ કર્યો ત્યારે એના માટે રજૂ કરેલા પુરાવા માટે અને વકીલની ફી પેટે ૭ હજાર ખર્ચ થયો છે.
-મોબાઈલને બદલે ૪ સાબુ છતાં કંપનીએ જવાબ ન આપ્યો
નારણપુરાના હર્ષિલ શાહે ડિસ્કાઉન્ટથી મોબાઇલની ઓનલાઇન ખરીદી કરી હતી. એમઆઈનો રેડમી નોટ ૧૧ મગાવ્યો હતો, જેની કિંમત રૂ.૧૩,૫૦૦ હતી. એમાંથી તેમને ૧ હજારનું ડિસ્કાઉન્ટ મળ્યું હતું. હર્ષિલ શાહે નેટબેકિંગથી રૂ. ૧૨,૫૦૦ ચૂકવ્યા હતા. ડિલિવરી બોય બોક્સ આપીને ગયા પછી બોક્સ ખોલતાં એમાંથી ૪ સાબુ નીકળ્યા હતા. કંપનીને અનેક ફોન કર્યા, પણ ફોન નહીં મળતાં આખરે તેમણે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી છે.
– હલકી ગુણવત્તાની ચોલી આવી જતાં ૭૦ હજાર વળતર માગ્યું
સંબંધીના લગ્ન માટે વિદેશથી અમદાવાદ આવેલી શાલિનીએ ચોલી ડ્રેસની પેટર્ન મુંબઈના ડિઝાઇનર પાસે દોરાવી હતી. એ માટે તેમણે ૧૦ હજાર વાપર્યા હતા. ચોલી ડ્રેસમાં ફ્યુઝન વર્ઝન હોવાથી કેટલીક એમ્બ્રોઇડરી કલરફુલ થ્રેડ અને કેટલાક થ્રેડ ગોલ્ડના વાપરવા શાલિનીએ જાતે ખરીદી આપ્યા હતા. ડિઝાઇનરે ચોલી બનાવવા ૬૦ હજાર નક્કી કર્યા હતા, પરંતુ પેટર્ન અલગ હતી અને મટીરિયલ પણ હલકી ગુણવત્તાનું હોવાથી ૭૨ હજારનું વળતર માગ્યું છે.
– રિક્લાઇનર ચેરમાંથી ભૂસું નીકળતાં દુકાનદાર સામે કેસ
અમદાવાદના બ્રાન્ડેડ ફર્નિચરની દુકાનમાંથી ખરીદેલી ૧૬ હજારની રિક્લાઇનર ચેરમાંથી બે દિવસમાં ભૂસું નીકળતાં ઋજુતાબેને ગ્રાહક કોર્ટમાં બમણા વળતરની માગણી કરી છે. ઋજુતાબેન તેમનાં સાસુને જન્મદિવસમાં ગિફ્ટ આપવા ૧૬ હજારની કિંમતની રિક્લાઇનર ચેર ખરીદી હતી પણ એમાંથી ભૂસું પડવા લાગ્યું હતું. ૫ વર્ષની વોરંટી છતાં દુકાનદારે વેચલો માલ પાછો લેવામાં નહીં આવે, કહી ચેર બદલી આપવાની ના પાડતાં ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી છે.
અમારા અભૂતપૂર્વ પંચમહાભૂત રાજુ રદીને એ વાતનો સખ્ખત એટલે સખ્ખત વાંધો છે કે ગ્રાહક દિવસની ઉજવણી એક જ દિવસ શા માટે? બાકીના દિવસો લુચ્ચા, લફંગા, ચાલબાજ, કમીના ભેડિયાના હવાલે ગ્રાહકોને નૃસંશ કત્લ માટે ધરી દેવાના?રાજુ એ પણ જાણવા માંગે છે કે બિચારા, બાપડા, લાચાર ગોરધનોને ગ્રાહક સુરક્ષા? કાયદા હેઠળ રક્ષણ મળે કે કેમ??
Home Vanchan Vishesh બિચારા, બાપડા, લાચાર ગોરધનોને ગ્રાહક સુરક્ષા? કાયદા હેઠળ રક્ષણ મળે કે કેમ??-રાજુ...