બીબીઍ કૉલેજ ગાંધીનગર ખાતે “પાણી બચાઓ  પક્ષી બચાઓ” બાબતે  સેમિનારનું આયોજન

1971

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી કૉલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન હંમેશા પોતાની સામાજીક જવાબદારી બાબતે જાગૃત રહી સમાજ ઉપયોગી કાર્યક્રમ સાતાત્ય પૂર્ણ રીતે કરતી રહેછે. જેમાં છેલ્લા ત્રણ વર્ષ થી કોલેજ કેમ્પસ ખાતે “જળ બચાઓ જીવન બચાઓ” વિષય પર વિદ્યાર્થીઓને જાગૃત કરવા સેમીનારનું આયોજન કરે છે. તે શૃંખલા નાં ભાગરૂપે આજ રોજ ઉપરોક્ત કાર્યક્રમ યોજાયો.

કૉલેજ કૅંપસ ખાતે સાંપ્રત સમયમાં સમગ્ર વિશ્વ પીવા લાયક પાણી જેવી જ્વલંત સમસ્યા નો સામનો કરી રહ્યું છે.જેમાં વિશેષ રૂપમાં ગુજરાતમાં આ વર્ષે પાણી ની સમસ્યા વધી છે. અને તેના ઉપર સામાજિક સ્તરે ચર્ચા પણ વધી છે. ત્યારે યુવાનોમાં તે બાબતે જાગૃતિ કેળવવા સેમિનારનું આયોજન કર્યુ હતુ. સરદાર સરોવર ડેમ ખાતે પાણીનો જથ્થો દર વર્ષ કરતા ચિંતાજનક ઘટ્યો છે. આમ ગુજરાત ની જીવાદોરી નર્મદા યોજના સાથે અન્ય વિકલ્પો પણ રાજ્ય માટે તૈયાર કરવા નો સમય આવી ગયો છે. જેના માટે ગંભીરતા થી નાના મોટા પ્રયત્નો કરવા તે આપણી નૈતિક ફરજ છે. જેના ભાગરૂપે  મેનેજમેન્ટ નાં વિદ્યાર્થીઓ ફક્ત અભ્યાસ માં જ નહી પણ જીવન માં દરેક ક્ષેત્રે તેનો ઉપયોગ કરી “જળ ઍ જ  જીવન છે.” તે સૂત્ર ને ચરિતાર્થ કરશે તેઓ વિશ્વાસ તેઓમાં આજે જોવા મળતો હતો.

આચાર્ય ડૉ.રમાકાંત પૃષ્ટિ સાહેબે વિદ્યાર્થીઓ ને તાજેતર માં સમગ્ર દેશમાં દુષ્કાળ તેમજ અર્ધ દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ માટે સમજાવ્યા હતા. તેમજ દેશમાં સાંપ્રત સમયમાં બનેલી ઘટનાઓ નાં ઉદાહરણ આપી વિદ્યાર્થીઓ ને સમસ્યાની ગંભીરતાની સમજ આપી હતી. ત્યાર બાદ મુખ્યવક્તા ડૉ. જયેશ તન્ના ઍ જણાવ્યુ હતુ કે વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓ ને હકારાત્મક પ્રવૃતિઓમાં જોડવાનો ઉમદા પ્રયત્ન કૉલેજ દ્વારા કરવામાં આવ્યો છે તેમ જણાવ્યુ હતુ.

ગુજરાતનાં સૌરાષ્ટ્ર, ઉત્તર-ગુજરાત તેમજ કચ્છ વિસ્તારનાં અંતરિયાળ ભાગમાં પાણીની સમસ્યા બાબતે વિદ્યાર્થીઓ ને વાકેફ કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ. કે મનુષ્ય તેમજ પશુપંખી ને પીવાનું પાણી મળી રહે તે આવશ્યક છે.

આ પ્રાથમિક જરૂરીયાત બાબતે આપણે શહેરની સુખ-સુવિધા વચ્ચે જીવતા લોકોને સમજવાની જરૂરીયાતછે. રોજબરોજ નાં કાર્યમાં આપણે પાણી ને બેફામ રીતે વેડફીઍ છીઍ તે બંધ કરવુ જોઈઍ તેમજ પોતાની આદતો ને કારણે બિનજરૂરી વેડફાતા કુદરતી સ્ત્રોતનો સંગ્રહ કરવો જોઇઍ. આજે સમગ્ર વિશ્વ જળ સંકટ બાબતે ગંભીર બન્યુ છે. જેના કારણે ૨૨ માર્ચ આપણે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવીઍ છીઍ. તેમ તેમણે જણાવ્યુ હતુ.

સમગ્ર વિશ્વમાં ૭૫% જળ તેમજ ૨૫ % જમીન છે. પરંતુ પીવાલાયક જળ સ્ત્રોત નું પ્રમાણ ખૂબ ઓછુ છે. માટે આપ યુવાવસ્થા માં આ સમસ્યા સામે લડવા જાગૃત બનશો તો આપણે ભાવી પેઢી ને બચાવી શકીશુ. અને આપણા કુદરતી જળ સ્ત્રોત નદી, સરોવર તળાવ ને આપણે જીવંત રાખી શકીશુ.

Previous articleભીમ પગલા હનુમાનજી મંદિરે સત્યનારાયણની કથા યોજાઈ
Next articleચંદ્વાલાથી પીછો કરી છાલા પાસે જીપ આંતરી પોલીસે દારૂ પકડ્‌યો