ભાવનગરમાંથી બે મહિલાઓ સાડા સાત લાખ રૂપિયાની ડુપ્લીકેટ નોટ સાથે ઝડપાઈ, જાતે જ છાપી હોવાનો ખુલાસો

185

બંને મહિલા આરોપીઓનો પરિચય જિલ્લા જેલમાં થયો હતો
ભાવનગર સ્પેશ્યિલ ઓપરેશનગૃપ પોલીસની ટીમે ભાવનગર શહેરમાંથી ડુપ્લીકેટ નોટોનું કૌભાડ ઝડપાયું છે. બનાવટી નોટો સાથે બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઈરાદે કલર પ્રિન્ટમાંથી પોતાના અંગત સ્વાર્થ માટે નોટોની પ્રિન્ટ કાઢી શહેરના તરસમીયા રોડ પર રૂ. 7,58,000 ની નકલી નોટોનો સોદો કરવામાં પહોંચ્યા હતા એ દરમિયાન એસ.ઓ.જી અને એલસીબીની ટીમ ત્રાટકી બંને કુખ્યાત મહિલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં ચોંકાવનાર ખુલાસા થઈ શકે છે.

ભાવનગર શહેરની શિવસાગર સોસાયટીથી આગળ, ત્રિપદા ફાર્મ સામે, તરસમિયા તરફ જવાના રસ્તા પર બે મહિલા એક નંબર પ્લેટ વિનાના સ્કુટર પર આવી ભારતીય ચલણની બનાવટી નોટોનો વહીવટ કરવા ઉભા હોવાની ભાવનગર એસ.ઓ.જી.ને ચોક્કસ બાતમી મળી હતી. જેથી એસઓજીની ટીમે મહિલા સ્ટાફને સાથે રાખી ત્રિપદા ફાર્મ પાસે ત્રાટકી રેખાબેન હર્ષદભાઈ મકવાણા ઉ.વ.35, ૨હે. 303, ત્રીજા માળે, શિવશક્તિ આર્કેડ, ટોપ -3 પાસે, રીંગ રોડ ભાવનગર અને મનીષાબેન ધનજીભાઈ રેલિયા ઉ.વ.40, રહે.વાડી વિસ્તાર, સૂર્યાગાર્ડન પાછળ, ઉમિયા ઓઈલ મીલની સામે, પાળિયાદ રોડ, બોટાદ નામની બે મહિલાને શંકાસ્પદ હાલતમાં પકડી પાડી પર્સની જડતી કરતા રેખાબેન અને મનીષાબેન નામની મહિલાઓ પાસેથી રૂપિયા 2000ના દરની 379 નકલી નોટ કબજે લેવામાં આવી હતી. આ અંગે ભાવનગરના એસપીએ જણાવ્યું હતું કે એલસીબી અને એસઓજીની ટિમોને બાતમી મળી હતી કે ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે મહિલા ડુપ્લીકેટ નોટો લઈ ઉભી છે તેઓ પાસેથી તપાસ કરતા બંને પાસેથી 2000 રૂપિયાની કુલ નંગ 379 નોટો ડુપ્લીકેટ સહિત કુલ રૂ.7 લાખ 58 હજાર ના મુદ્દામાલ સાથે બે મહિલાઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે એક પ્રિન્ટર વસાવીને પ્રિન્ટ કાઢી હતી. બંને ની વધુ સઘન પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે બંને મહિલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એક મહિલા હત્યા કેસની આરોપી છે અને બીજી મહિલા દુષ્કર્મના કેસમાં સહ આરોપી છે. થોડા વર્ષ પહેલાં બંને ભાવનગર જિલ્લા જેલમાં મુલાકાત થઈ હતી ત્યાંથી બંને નો સંપર્કમાં આવ્યા હતા અને પ્લાનીંગ કરી ગુન્હાને અંજામ આપ્યો હતો. પોલીસે બંને મહિલાઓને ઝડપ્યા બાદ હવે રિમાન્ડ માટે તજવીજ હાથ ધરશે. રિમાન્ડ દરમિયાન સમગ્ર રેકેટમાં સંડોવાયેલા અન્ય વ્યકિતઓના નામનો પર્દાફાશ થઈ શકે છે.

Previous articleરાજ શેખાવતનું અલ્ટીમેટમ:રાજકીય પક્ષો રાજપૂતો-ક્ષત્રિય ઉમેદવારોને ટિકિટ આપે તો ઠીક છે બાકી કરણીસેના અપક્ષ ઉમેદવારી કરી ચૂંટણી લડશે
Next articleઅભિનેત્રી શિલ્પા શેટ્ટીના બર્થ ડે પર પરિવારે યોજ્યું ડિનર