ચિલોડા પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ સજ્જાદભાઇ તેમની ટીમનાં જવાનો મહેશકુમાર તથા રાજેન્દ્રકુમાર સાથે ચંદ્રાલા પાટીયે વાહન ચેકીંગમાં હતા ત્યારે રાજસ્થાનનાં ખેરવાડાથી નિકળેલી પેસેન્જર મેક્સ ગાડીમાં દારૂ લઇ જવાતો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી દીધી હતી.
મોડી રાત્રે આ મેક્સ આવતા રોકવા ઇશારો કરતા ભગાવી મુકી હતી. પણ પોલીસે પકડી લેતા મેક્સમાં સવાર શખ્સો ઉતરીને ખેતરોમાં તથા ઝાડીઓમાં ભાગ્યા હતા. પોલીસે પીછો કરીને ઝાડીઓમાં છુપાયેલા ભગવાન દાસ ધનજીભાઇ ડામોરને પકડી લઇને મેક્સમાં તપાસ કરતા ૪૬ બોટલ દારૂ તથા ૮૦ ટીન બીયર મળી રૂ.૨૬૪૦૦નો દારૂ મળ્યો હતો. જયારે અશોક મીણા, દિલીપ મનજી ભગોરા, દતાજી પરમાર નાં નામ ફરાર થઇ જનાર શખ્સો તરીકે ભગવાનદાસની પુછ પરછમાં ખુલ્યા હતા.