સિહોર પોલીસ સ્ટેશન ખાતે સહકાર ભવનનું લોકાર્પણ

785
bvn2792017-6.jpg

સિહોર પોલીસ સ્ટેશન ખાતે બનેલ નવું બિલ્ડીંગ સહકાર ભવનનું આજે એસપી દિપાંકર ત્રિવેદીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમગ્ર પાલીતાણા, વલભીપુર, ઉમરાળા પોલીસ મથકના અધિકારીઓ હાજર રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી સિહોર પોલીસ સ્ટેશન ખાતે આવેલ જૂનું બિલ્ડીંગને ધરાશાઈ કરીને ત્યાં જ સહકાર ભવન નામનું નવું જ બિલ્ડીંગ ઉભું કરવામાં આવ્યું હતુ. જેનું લોકાર્પણ આજે ભાવનગર એસપી દિપાંંકર ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું હતું અને બિલ્ડીંગને ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ બિલ્ડીંગ દાતાઓના સહયોગથી ઉભું કરવામાં આવ્યું છે આજે આ બિલ્ડીંગ લોકાર્પણ પ્રસંગે એસપી દિપાંકર ત્રિવેદી પાલીતાણા વિભાગીય પોલીસ અધિક્ષક અજિત રાજ્યાણ ખાસ ઉપસ્થિત  રહ્યા હતા જ્યારે આ કાર્યક્રમમાં શહેરના નામાંકિત અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleમંગલમ હોલ પાસે ઉકાળા વિતરણ
Next article૧૦૦૦ લીટર દેશી દારૂના કેસમાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો