સિહોર, પાલિતાણા, ઘોઘા, વલ્લભીપુર, જેસર, ગારિયાધાર અને ખુંટવડામાં પોલીસના દરોડા
ગોહિલવાડમાં ભીમ અગિયારસનો તહેવાર એટલે જાણે કે જુગાર રમવાનો મોકો હોય તેમ ઠેર-ઠેર જુગારની બાજીઓ મંડાઇ છે. ભાવનગર જિલ્લામાં ભીમ અગિયારસ નિમિત્તે ઠેર-ઠેર પાટલાઓ મંડાયા હતા જેમાં મોટાભાગના તાલુકાઓમાં ગ્રામ્ય પંથકોમાં પોલીસે વ્યાપક દરોડા પાડી ૧૧૯ ઉપરાંત શખ્સોને જુગાર રમતા ૩ લાખ જેટલી રોકડ રકમ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર જિલ્લામાં રમાતા જુગાર અંગે દરોડા પાડવા આઇ.જી. તથા એસ.પી.ની સુચનાથી જિલ્લાભરના પોલીસ મથકોના સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરાયેલ જેમાં પાલિતાણા ટાઉન પોલીસ દ્વારા પૂર્વ બાતમીના આધારે તળેટી વિસ્તારમાં ઓમ શાંતિભવન ધર્મશાળા સામે દરોડો પાડી સ્ટ્રીટલાઇટના અંજવાળે જુગાર રમતા ઘનશ્યામ પ્રાગજીભાઇ વાઘેલા, પ્રકાશ પ્રવિણભાઇ બારૈયા, વનરાજ કાળુભાઇ બારૈયા, મુકેશ પરશોતમભાઇ ગોહિલ, જીતેન્દ્ર મેઘજીભાઇ મકવાણા, વિજય ભીખાભાઇ બાંભણીયા, નવાજ રઝાકભાઇ પઠાણ, જીતુ ઉકાભાઇ ગોહિલ સહિત આઠ શખ્સોને રૂા.૧૪,૪૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. આ ઉપરાંત ગારિયાધાર રોડ મોર્ડન ટોકીઝ સામે દરોડો પાડી જાહેર શૌચાલયની બાજુમાં જુગાર રમતા સમદ શબીરભાઇ સોલંકી, બુધેશ મેરાભાઇ મકવાણા, અમરશી ધીરૂભાઇ ખસીયા, રવિ ભુપતભાઇ ગોહિલ, લાલજી ભુરાભાઇ ગરણીયા, કાનજી પોપટભાઇ ગોહિલ, બુધા પોપટભાઇ ખેરાળા તથા રોહિત દેવરાજભાઇ રાઠોડ સહિત ૮ શખ્સોને ૧૩,૫૮૦ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. આ ઉપરાંત પાલિતાણા રૂરલ પોલીસે પિથલપુર ગામે રામજી મંદિરના ચોરા પાસે જુગાર રમતા નાથા લાલજીભાઇ મકવાણા, ઘનશ્યામસિંહ જસવંતસિંહ ગોહિલ, હરપાલસિંહ જસવંતસિંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ હરભદ્રસિંહ ગોહિલ, વલ્લભ પ્રેમજીભાઇ ડોંડા, બાબુ નાગજીભાઇ ભેડા, સંજય દલસુખભાઇ મકવાણા તથા બાબુ પોપટભાઇ કાકડીયા સહિત ૮ શખ્સોની ૧૨,૨૧૦ની રોકડ સાથે જુગાર રમતા ધરપકડ કરેલ. જ્યારે નોંઘણવદર ગામે નવા પ્લોટ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા સમદ મહંમદભાઇ લકડા, ચેતન બાપાલાલ દવે, ભરત હરજીભાઇ બારૈયા, ગણપત દેવસંગભાઇ રાઠોડ, ઇમરાનખા બાપલખા પઠાણ તથા બુધા ભુરાભાઇ આલ સહિત છ શખ્સોની ૪૦,૩૪૦ની રોકડ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ. આ ઉપરાંત બગદાણા પોલીસે જુની પોલીસ લાઇન પાસે દરોડો પાડી ગોરધન બાબાભાઇ ગોહિલ, ભુપત પોપટભાઇ સોલંકી, જગદિશ ખીમાભાઇ બાંભણીયા, લાભુ પ્રેમજીભાઇ ડોળાશીયા, કિશોર મેપાભાઇ ગોહિલ તથા રમેશ ભીખાભાઇ બાલધીયાની જુગાર રમતા ૭,૮૮૦ની રોકડ સાથે ધરપકડ કરેલ. જ્યારે ઓથા ગામે સોડવદરી રોડ પર દડવાડી વિસ્તાર તરીકે ઓળખાતી સીમમાં છનાભાઇ માંગુકીયાના ફાર્મના શેઢે લેમ્પના અંજવાળે જુગાર રમતા હિંમત રાણાભાઇ બલદાણીયા, રાવત લાલજીભાઇ બલદાણીયા, દિનેશ પ્રેમજીભાઇ સોસા તથા નીતીન પરશોતમભાઇ શિયાળની રૂા.૩૩૦૦ની રોકડ સાથે ધરપકડ કરી હતી. જ્યારે જેસર પોલીસે કરજાણા ગામે રામજીભાઇ હકાભાઇ ચૌહાણની વાડીની બાજુમાં ડુંગર પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા વનરાજ બાલાભાઇ માથાવડીયા, મનસુખ રવજીભાઇ ચૌહાણ, વિરજી હમીરભાઇ સોલંકી, સંજય કેશુભાઇ બાબરીયા, ભગુ નાજાભાઇ વાજા, રહિમ દાદાભાઇ સુમરા, વિઠ્ઠલ ખીમજીભાઇ ચુડાસમા, રમેશ બોઘાભાઇ પરમાર, ભગુ નથુભાઇ ભમ્મર તથા ભરત દેવાયભાઇ ચૌહાણ સહિત ૧૦ શખ્સોની ૫૧,૬૦૦ની રોકડ સાથે ધરપકડ કરી હતી. આ ઉપરાંત કોબાડીયા મેલડી માતાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા અસ્લમ પનાભાઇ સોરા, જાવિદ ઇબ્રાહીમભાઇ દલ, સાદીક રજાકભાઇ શેખ, દેવાયત દિલાભાઇ સૈડા, લાખા નથુભાઇ ભમ્મર તથા રાજુ ઉર્ફે રાધા સૈડા સહિત છ શખ્સોની રૂા.૧૦,૭૫૦ની રોકડ સાથે ધરપકડ કરી હતી. જ્યારે ગારિયાધાર પોલીસે શિવેન્દ્રનગરથી રૂપાવટી જવાના રોડ પર પાણીના અવેડા પાસે દરોડો પાડી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા નરેશ વલ્લભભાઇ રાઠોડ, રવિ કાનજીભાઇ રાઠોડ, અતુલ સામંતભાઇ રાઠોડ, વિક્રમ બોઘાભાઇ ચાવડા, સામંત કાળુભાઇ રાઠોડ, વિજય જાદવભાઇ મકવાણા, હરેશ રણછોડભાઇ રાઠોડ, મુકેશ ઠાકરશીભાઇ મકવાણા તથા અરવિંદ મોહનભાઇ સરવૈયા સહિત ૯ શખ્સોની રૂા.૧૨,૧૨૦ની રોકડ સાથે ધરપકડ કરી હતી. જ્યારે ખુંટવડા પોલીસે માલણ નદીના પટમાં ઝાડ નીચે જુગાર રમતા મનજી રામજી ગોહિલ, કનુ કાબાભાઇ ચોટીયા, બટુક ભગવાનભાઇ ગોહિલ, મધુ ખાટાભાઇ ગોહિલ, રાજેશ નંદલાલ પંડ્યા સહિત ચાર શખ્સોની રોકડ તથા મોબાઇલ મળી ૯,૯૯૯ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી જેમાં ચાર શખ્સો નાસી છુટ્યા હતાં.
આ ઉપરાંત સિહોર પોલીસે મઢડા ગામે દરોડો પાડી બુધાભાઇ જીણાભાઇ ગોહિલ, અરવિંદ જાદવભાઇ ગોહિલ તથા ઉમેશ ભુપતભાઇ મકવાણાને જુગાર રમતા ઝડપી લીધેલ જ્યારે સિહોરના રાજગોર શેરીમાં જુગાર રમતા વિરેન્દ્ર હરજીભાઇ ચૌહાણ તથા ઘનશ્યામ ઉર્ફે ઘુઘાભાઇ કાળુભાઇ ચૌહાણની ૧૮૨૦ની રોકડ સાથે જુગાર રમતા ધરપકડ કરેલ. જ્યારે સિહોર ગુરૂકુળ પટેલ ફાર્મમાં જુગાર રમતા અમીત ગોપાલભાઇ બારૈયા, મહેન્દ્ર રમેશભાઇ મકવાણા, દેવરાજ નાનુભાઇ ગોલ, પરેશ ભુપતભાઇ પરમાર, ભાવેશ હરેશભાઇ પરમાર તથા સુરેશ ભીખાભાઇ જાદવની રૂા.૧૦,૬૯૦ની રોકડ સાથે ઝડપી લીધેલ. જ્યારે ટોડી ભડલી વસાહતમાંથી ગોવિંદ ગોબરભાઇ બારૈયા, મેહુલ ગોબરભાઇ કુવાડીયા, અલ્પેશ બાલાભાઇ કોતર, અશોક પોપટભાઇ ખસીયા, વિશાલ બળવંતભાઇ પરમાર તથા સુરેશ ઓઘાભાઇ ગોહિલને રૂા.૧૨,૪૮૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધેલ. જ્યારે ટોડી ભડલી વસાહતમાંથી સંજય નોંઘાભાઇ મકવાણા, યોગેશ લાભુભાઇ મકવાણા, અજય પ્રવિણભાઇ ડાભી, અલ્પેશ હિંમતભાઇ ડાભી તથા નિકુંજ ભરતભાઇ ડાભીને રૂા.૧૧,૩૫૦ની રોકડ સહિત મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. રાજકોટ રોડ ભગવતીનગરમાંથી કાર્તિક રાજેશભાઇ મકવાણા, જુવાનસિંહ ઓઘાભાઇ રાઠોડ, પ્રતાપ ઓઘાભાઇ રાઠોડ, અનિરૂદ્ધ ભુપતભાઇ રાઠોડ તથા આસીફ રઝાકભાઇ લાખાણી સહિત પાંચ શખ્સોની ૪,૬૯૦ની રોકડ સહિત મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. આમ સિહોર પોલીસે અલગ અલગ છ દરોડામાં ૨૭ શખ્સોને ૪૬,૮૧૦ની રોકડ સાથે ઝડપી લીધેલ. જ્યારે તળાજા પોલીસે ભારોલી ગામની જુની વાડી વિસ્તારમાં વાડીના કુવાની લાઇટના અંજવાળે જુગાર રમતા દિવ્યરાજસિંહ હરદેવસિંહ ગોહિલ, અભયરાજસિંહ સંગ્રામસિંહ ગોહિલ, શક્તિસિંહ છત્રસિંહ જાડેજા, શક્તિસિંહ ગટુભા ગોહિલ, હરદેવસિંહ રણજીતસિંહ ગોહિલ તથા રણુભાઇ સુરાભાઇ ખસીયા સહિત સાત શખ્સોની રૂા.૧૫,૭૦૦ની રોકડ સાથે ધરપકડ કરી હતી. આ ઉપરાંત ઘોઘા પોલીસે લાખણકા ગામે મોખડાજી મંદિર પાસે વાડી વિસ્તારમાં બાવળની કાંટમાં જુગાર રમતા મુકેશ હરખાભાઇ ચૌહાણ, કિશોર મથુરભાઇ ગોહિલ, રાહુલ વેલજીભાઇ વેગડ, તુલસી દેવજીભાઇ દિહોરા, રાકેશ ઉર્ફે લાલો રતાભાઇ બારૈયા, મગન ધનાભાઇ ગોહિલ તથા લાખાભાઇ બારૈયાની ૪,૦૮૦ની રોકડ સાથે ધરપકડ કરી હતી. આમ ભાવનગર જિલ્લામાંથી ભીમ અગિયારનો જુગાર રમતા ૧૧૯ શખ્સોની પોલીસે અટકાયત કરી હતી.