મુંબઈ, તા.૧૧
સાઉથ સિનેમાનો સુપરસ્ટાર પ્રભાસ ઘણીવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. આ અભિનેતાના ચાહકો માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં છે. પ્રભાસના લગ્ન હંમેશા તેના ચાહકો અને ફોલોઅર્સ વચ્ચે ચર્ચાનો વિષય રહ્યા છે. પ્રભાસનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાયું છે અને હવે તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવે છે કે અભિનેતા લગ્ન કરવા માટે તૈયાર છે. પ્રભાસ લગ્નના બંધનમાં બંધાવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. અહેવાલ મુજબ, બાહુબલી ફેમ પ્રભાસના અંકલ ક્રિષ્નમ રાજુ ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરવાના છે. આ દરમિયાન આજકાલ સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો હેડલાઇન્સ બની રહ્યો છે, જેમાં તે પ્રભાસના લગ્નના પ્લાનિંગની વાત કરી રહ્યા છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે બાહુબલ સ્ટાર માટે એક છોકરી પણ જોઇ છે. આ વીડિયો જોઈને પ્રશંસકો ઘણા ખુશ છે અને પોતાના ફેવરિટ સ્ટારના લગ્નની રાહ હોવાની વાત કરી રહ્યા છે. વીડિયોમાં અભિનેતાના કાકા કહે છે કે જ્યારે સમય આવશે ત્યારે પરિવાર પ્રભાસના લગ્નની સત્તાવાર જાહેરાત કરશે. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જે રીતે બોલિવૂડમાં સલમાન ખાનના લગ્ન ચાહકોમાં ચર્ચામાં રહે છે, તે જ રીતે પ્રભાસના લગ્ન સાઉથ સિનેમામાં હેડલાઇન્સમાં રહે છે. ૪૨ વર્ષીય અભિનેતા આખરે ક્યારે લગ્ન કરવા જઈ રહ્યો છે તે જાણવા દરેક લોકો ઉત્સુક છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રભાસ હાલમાં જ પૂજા હેગડે સાથે રાધે-શ્યામમાં જોવા મળ્યો હતો. આજકાલ તે નિર્દેશક પ્રશાંત નીલ સાથે તેની આગામી ફિલ્મ સાલારનું શૂટિંગ કરી રહ્યો છે. સાઉથ સુપરસ્ટારની આ ફિલ્મ આવતા વર્ષે મોટા પડદા પર રિલીઝ થશે. આ વર્ષે મોટા પડદા પર આવી રહેલી આ ફિલ્મને દ્ભય્હ્લ ફ્રેન્ચાઈઝીની જેમ મોટા બજેટની ફિલ્મ કહેવામાં આવી રહી છે, જેમાં પ્રભાસ જબરદસ્ત અંદાજમાં જોવા મળશે. સાલાર સાથે પ્રભાસ પ્રોજેક્ટ દ્ભ જેવા મોટા પ્રોજેક્ટ્સમાં પણ જોવા મળશે, જેમાં અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ પણ સામેલ છે