મુંબઈ,તા.૮
હાર્દિક પંડ્યાએ હાલમાં તેની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઈટન્સને તેની ડેબ્યૂ સિઝનમાં આઇપીએલ ચેમ્પિયન બનાવ્યું હતું. તે સમગ્ર સિઝનમાં ગુજરાત માટે ૩ અને ૪ નંબરે બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે ૪૪.૨૭ની એવરેજ અને ૧૩૧ના સ્ટ્રાઈક રેટથી સૌથી વધુ ૪૮૭ રન બનાવ્યા હતા. આમ છતા ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા બાદ હાર્દિકની ભૂમિકા મેચ ફિનિશરની રહેશે. હેડ કોચ રાહુલ દ્રવિડે દક્ષિણ આફ્રિકા સામે ગુરૂવારથી શરૂ થઈ રહેલી ટી ૨૦ સિરીઝ પહેલા આ સ્પષ્ટ કર્યું છે.દ્રવિડે કહ્યું હતું કે, આ જરૂરી નથી કે હાર્દિક પંડ્યા ભારતીય ટીમ માટે પણ ત્રીજા કે ચોથા નંબર પર બેટિંગ કરી શકશે. તેમાં કોઈ શંકા નથી કે હાર્દિક બોલિંગ અને બેટિંગનો અદભૂત ખેલાડી છે. અમે તેને ભૂતકાળમાં ભારત માટે બંને વિભાગોમાં સારૂં પ્રદર્શન કરતા જોયો છે. તે વ્હાઈટ બોલની ક્રિકેટમાં ઘણો સફળ રહ્યો છે અને તે આઇપીએલમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. અમારા માટે ખુશીની વાત છે કે અમે હાર્દિક જેવા સારા ગુણો ધરાવતા ખેલાડીને પસંદ કરી શક્યા છીએ.જ્યારે ટીમ ઈન્ડિયાના હેડ કોચને દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટી ૨૦માં બેટિંગ ઓર્ડર અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, ’હું મેચની શરૂઆત પહેલા બેટિંગ ઓર્ડર જાહેર કરવાનો નથી’ પરંતુ સામાન્ય રીતે કેટલીકવાર તમે તમારી ફ્રેન્ચાઈઝી માટે જે ભૂમિકા ભજવો છો તે ભારત માટે તમે જે ભૂમિકા ભજવો છો તેની સાથે મેળ ખાય છે. કેટલીકવાર તમારે અન્ય ટીમો સામે અલગ ભૂમિકા ભજવવી પડે છે અને તે માત્ર હાર્દિકની વાત નથી. તે તમામ ખેલાડીઓ માટે છે તેમની ફ્રેન્ચાઈઝી માટે તેઓએ જે ભૂમિકા ભજવી છે તે તેના રોલ કરતા અલગ હોય શકે છે. ’જેની અમે અમારી ટીમ કોમ્બિનેશનના આધારે અહીં અપેક્ષા રાખીએ છીએ.’ દ્રવિડને પૂછવામાં આવ્યું કે શું તેણે આઇપીએેલ બાદ હાર્દિકમાં કોઈ ફરક જોયો છે. તેણે હસીને કહ્યું હતું કે, હું તેને થોડા કલાકો પહેલા જ મળ્યો હતો. કારણ કે અમે આઇપીએલ ફાઈનલમાં રમતા લોકોને ઘર વધુ એક દિવસ પસાર કરવાનો સમય આપ્યો હતો. તેથી હું ચોક્કસ કંઈ કહી શકું તેમ નથી.
Home Entertainment Sports ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા બાદ હાર્દિકની ભૂમિકા મેચ ફિનિશરની રહેશે : રાહુલ...