પૂર્વગ્રહ :- સારંગપ્રીત (વચનામૃત : જીવન માર્ગદર્શક )

43

માણસને તકલીફો ભેગી કરવાની જાણે આદત પડી ગઈ છે. ધ્યાનપૂર્વક જોશું તો આ વાતનો તરત ખ્યાલ આવશે કે આપણે રોજિંદા જીવનમાં એવી ઘણી બાબતોને સામેથી ભેગી કરીએ છીએ જે ખરેખર આપણી સાથે કોઈ જ સંબંધ ધરાવતી નહોતી. તેમાં પૂર્વગ્રહ એવી જ એક બાબત છે. પૂર્વગ્રહ એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેની જોવાની આપની દૃષ્ટિ! ભલે તે વ્યક્તિ કે વસ્તુ તેવી હોય કે ન હોય પરંતુ બહુધા આપણા મનની ખોટી ધારણાના કારણે આપણે તેને ઊંધી સમજીને દુઃખી થઈએ છીએ. આનેPredecidedimage પણ કહેવાય છે.
એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો એક યુવાન તેના મિત્રો સાથે હરવા-ફરવા અને ફિલ્મ જોવામાં પૈસાનું પાણી કરવા લાગ્યો. પિતાએખૂબ સમજાવ્યો, ‘આપણે પૈસાદાર નથી, માંડ-માંડ ઘરનો ખર્ચ પૂરો થાય છે.’પણ પિતાની પરિસ્થિતિને સમજ્યા વિના દીકરાના મોજ-શોખ ચાલુ જ રહ્યા. અભ્યાસપણદિવસે-દિવસેબગડવા લાગ્યો.
આ યુવાનના મનમાંPredecidedimage હતી કે મારા માતા-પિતા જુનવાણી વિચારોમાંથી બહાર આવતા નથી ને ટકટક કર્યા કરે છે.
આપણી માની લીધેલી ખોટી ધારણાઓ, અધૂરી માહિતી, અધકચરો અનુભવ, આપણા દૃષ્ટિકોણથી વ્યક્તિને જોવાનીરીત આપણને Predecidedimage તરફ ખેંચી જાય છે.
કોઈ પણ વ્યક્તિ સાથેના આપણા વર્તનમાંતેની ‘બ્લુપ્રિન્ટ’મનમાં તૈયાર હોય છે. તેના આધારે તે વ્યક્તિ સાથે આપણો વ્યવહાર થતો હોય છે. આપણે આપણી સાથેના વ્યક્તિઓને જેવા છે તેવા નથી જોતા પણ મનમાં નક્કી કરેલી માન્યતાઓને આધારે જોઈએ છીએ. જેમ પગમાં કાંટો, આંખમાં કણું અને કિડનીમાં પથરીનો દુખાવોજ્યાં સુધી છે, ત્યાં સુધી માણસને ચેન ન પડે,તેમ જ્યાં સુધી આપણો અન્ય વ્યક્તિ સાથેનો વ્યવહારpredecidedimageના માધ્યમથી થશે ત્યાં સુધી નાની બાબતોમાં ઘર્ષણ થતું રહેશે. નાના પ્રશ્નો મોટું સ્વરૂપ ધારણ કરે છેઅનેનાનીસમસ્યાઓનો સરવાળો મોટો બને છે. તેના લીધે સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડે છે. આજનું મેડિકલ વિજ્ઞાન પણ આ વાતનો સ્વીકાર કરે છે કે કોઈના પ્રત્યે predecidedimage બાંધી સતત તેની ચર્ચા કરવી, તેના જ વિચારો કરવા – આવી પ્રકૃતિવાળા માણસના સ્વાસ્થ્ય પર ખૂબ માઠી અસર પડતી હોય છે.
આપણો સ્વાનુભવ એવું કહે છે, દરેક ક્ષેત્રમાં અલગ-અલગ વ્યક્તિ અને પરિસ્થિતિમાં જ્યારે આપણે કાર્ય કરીએ છીએ ત્યારેpredecidedimage થવાની શક્યતા રહે છે. change, the world changeજપ ના નિયમ અનુસાર આપણે આપણા જીવનમાં કેવા પ્રયત્નો કરીએ કે જેથી આપણું જીવન પૂર્વગ્રહ રહિત બને તેનો વિચાર કરીએ. અંગ્રેજીમાં કહેવાય છેBelieve only half what you see and nothing that you hear. અર્થાત્‌ તમે જે જુઓ છો, તે અડધું સાચું માનો અને સાંભળો છો તે જરા પણ માનશો નહીં. ટૂંકમાં, સાંભળેલી કે જોયેલી વાતની વાસ્તવિક્તા જાણવા પ્રયત્ન કરો.
મહાન વ્યક્તિ હંમેશા જીવનમાં વાસ્તવિક્તા જાણવાનો પ્રયત્ન કરે છે અને ત્યારબાદ જ આગળ વધે છે. વાસ્તવિક્તા જાણવાથી વ્યક્તિ સાથેનો પૂર્વગ્રહ તૂટે છે અને માનવીય સંબંધો બગડતા અટકે છે.
જ્હોન.ડી.રોકફેલરની કંપનીમાં એક વ્યક્તિએ ખૂબ મોટું નુકશાનકર્યું. બોર્ડેતેને પાણીચુંપકડાવવાનુ નક્કી કર્યું.પરંતુ તે સમયે રોકફેલરે સહુને કહ્યું કે તે ૨૦વર્ષથી અહીંયા જોબ કરે છે.તેણેઘણા ડોલર કંપનીને કમાઈનેઆપ્યા છે.તેનેશીખવાડવા માટે કંપનીએ ઘણો ખર્ચો કર્યો છે.તે અનુભવ બીજા માટે નથી.અને આશ્ચર્યથોડા સમયમાં તે વ્યક્તિએ કંપનીને ઘણો નફો કરાવી આપ્યો.
રોજબરોજના જીવનમાં બનતી ઘટનાઓ તથા આપણા પરિવાર સાથેના વ્યવહારમાં પણ આપણે આપણા જ દૃષ્ટિકોણથી ધારણાઓ કરી લઇએ છીએ અને દાવો કરીએ છીએ કે હું જે સમજુ છું તે જ સાચું, પણ આપણા દૃષ્ટિકોણ કે આપણી ધારણા ખોટી પણ હોઈ શકે છે.
આ રીતે આપણે વાસ્તવિક્તા જાણવા,દૃષ્ટિકોણ સમજવાઅને ક્રિયાનો હેતુ ઓળખવા પ્રયત્ન કરીએ તો પૂર્વમાન્યતાઓમાંથી બહાર નીકળી શકાશે. આ ઉપરાંત ઝડપી નિર્ણયનો ત્યાગ, સંકુચિત વિચારધારા, વ્યક્તિમાં પરિવર્તન શક્ય છે તે વાતનો સ્વીકાર, આપણી માનવીય મર્યાદાનો સ્વીકાર જેવાં પરિબળો પણ િીઙ્ઘીષ્ઠૈઙ્ઘીઙ્ઘૈદ્બટ્ઠખ્તી બાંધવાના નિર્ણયમાંથી બહાર લાવશે.
માટે આજથી સંકલ્પ કરીએ કે પૂર્વગ્રહ રહિતનું જીવન જીવવું છે. જેમર્ ંહીઙ્ઘર્િર્ કર્ ૈઙ્મ ષ્ઠટ્ઠહ જટ્ઠદૃી ટ્ઠ ર્ઙ્મંર્ ક કિૈષ્ઠર્ૈંહ. તેલનું એક ટીપું ઘણાં ઘર્ષણ અટકાવે છે, તેમ પૂર્વગ્રહ રહિતનું જીવન આપણા વ્યક્તિ સાથેના વ્યવહારમાં થતાં ઘર્ષણને ટાળે છે.
અંતે નિર્ણયતો આપણા હાથમાં છે.

Previous articleટીમ ઈન્ડિયામાં પરત ફર્યા બાદ હાર્દિકની ભૂમિકા મેચ ફિનિશરની રહેશે : રાહુલ દ્રવિડ
Next articleનવ નિર્મિત બ્રિજનુ્‌ં કંકોડા બ્રિજ તરીકે નામાભિધાન કરવાની દરખાસ્ત સર્વાનુમતે પસાર થઇ ગઇ(બખડ જંતર)