ડિવાઇન ચાઇલ્ડ તેમજ અમદાવાદ પબ્લિક સ્કૂલને નોટિસ

1669

ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો પર ગરીબ બાળકોને મફતમાં પ્રવેશ આપવાનો સરકારનો કાયદો ખાનગી શાળાઓને કઠી રહ્યો છે. સરકારે કડક વલણ અપનાવતા ના છુટકે પ્રવેશ આપવો પડી રહ્યો છે. ત્યારે અડાલજ સ્થિત ડીવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કુલ તથા ભાટ સ્થિત અમદાવાદ પબ્લીક સ્કુલ દ્વારા આરટીઇ હેઠળ બાળકોને પ્રવેશ આપવામાં ધાંધિયા કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સુધી પહોચ્યા બાદ સર્વ શિક્ષા અભિયાન કચેરી દ્વારા બંને શાળાને નોટિસ આપી છે.

જિલ્લામાં આરટીઇ હેઠળ પ્રવેશ ફાળવણીનાં પ્રથમ રાઉન્ડમાં ૨૩૭૭ બાળકોને પ્રવેશ આપ્યા બાદ બાળકોએ તા ૨૬મી મે સુધીમાં તેમને ફાળવવામાં આવેલી શાળાઓ રૂબરૂ જઇને એડમીશન પ્રક્રિયા પુર્ણ કરી લેવાની છે. જે બાળક પ્રવેશ માટે હાજર નહી થાય તેને આપો આપ રદ ગણી દેવામાં આવશે. પરંતુ શાળાઓએ ધાંધીયા શરૂ કરતા બાળકોનું ભાવી જોખમમાં મુકાયુ છે.

જો ૨૬મી મે સુધીમાં આ બાળકોને પ્રવેશ નહી આપવામાં આવે અને વિદ્યાર્થીની પ્રવેશ કાર્યવાહીમાં પ્રશ્નો ઉભા થશે તો અંગત જવાબદારી નક્કી કરવાની તથા આરટીઇ એક્ટની જોગવાઇ પ્રમાણે કાર્યવાહી કરવાની ચિમકી આપવામાં આવી છે. ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો પર ગરીબ બાળકોને મફતમાં પ્રવેશ આપવાનો સરકારનો કાયદો ખાનગી શાળાઓને કઠી રહ્યો છે. સરકારે કડક વલણ અપનાવતા ના છુટકે પ્રવેશ આપવો પડી રહ્યો છે. ત્યારે અડાલજ સ્થિત ડીવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કુલ તથા અમદાવાદ પબ્લીક સ્કુલ દ્વારા આરટીઇ હેઠળ બાળકોને પ્રવેશ આપવામાં ધાંધિયા કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સુધી પહોચ્યા બાદ સર્વ શિક્ષા અભિયાન કચેરી દ્વારા નોટિસ આપી છે.

અડાલજ ડીવાઇન ચાઇલ્ડ સ્કુલમાં સિધ્ધ પુરાણી નામનાં બાળકને પ્રવેશ ફાળવ્યા હતા તેમનાં વાલી ગતા તા ૧૮મીથી સતત એડમીશન કરાવવા માટે ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ પ્રવેશ આપવામાં આવતો નથી અને પ્રવેશ મેળવવાની મુદત પુર્ણ થવાને ૩ જ દિવસ રહ્યા છે. જયારે શિવાંગ કણઝરીયા નામનાં બાળકને ગાંધીનગરનાં ભાટ સ્થિત અમદાવાદ પબ્લીક સ્કુલમાં શિક્ષણ તંત્ર દ્વારા પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. તેમનાં વાલી શાળામાં એડમીશન કરાવવા પહોચ્યા તો તમારા સરનામાથી સ્કુલનું અંતર ૬ કિલોમીટર કરતા વધારે હોવાથી પ્રવેશ નહી મળે. જયારે એડમીટકાર્ડમાં ૫.૧૭ કિલોમિટર દર્શાવવામાં આવ્યુ છે. ત્યારે સર્વ શિક્ષા અભિયાન કચેરી દ્વારા આ બંને શાળાઓ સામે નોટીસ કાઢવામા આવી છે.

Previous articleવરલી મટકાનો જુગાર રમાડતા ઈસમને સાહીત્ય સાથે ઝડપ્યો
Next articleરાજુલા પંથકમાં બેફામ પાણી ચોરી, તંત્ર દ્વારા કાર્યવાહીમાં થતો વિલંબ