બદલી કેમ્પમાં દાખલ થવા ફોર્મ ભરવાનું શરૂ થયા બાદ : વિકલ્પ લીધેલ શિક્ષકોએ સિનિયોરીટી મુદ્દે મુળજગ્યા માટે કેસ દાખલ કર્યા : સરકારી વકીલના અભિપ્રાયનાં આધારે નિર્ણય લેવાયો
શિક્ષણ વિભાગનાં પત્રથી જિલ્લાની આંતરીક બદલી અંગે કાર્યક્રમ જાહેર કરાયો હતો. જો કે વિકલ્પ લીધા બાદ શિક્ષકો તેની મુળ શાળાની સિનિયોરીટી ગણવા સંદર્ભે હાઈકોર્ટમાં મેટર દાખલ કરેલ હોય સરકારી વકીલનાં અભિપ્રાય આપ્યા બાદ ઉક્ત બદલી કેમ્પ સ્થગીત રાખવા નિર્ણય કરાયો હતો. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા આંતરીક માંગણી બદલીની જોગવાઈઓ અનુસાર તા. ૯-૬થી તા. ૨૮-૬ સુધી ઓનલાઈન શિક્ષક બદલી કાર્યક્રમ (પ્રથમ તબક્કો) જૂન ૨૦૨૨ની કાર્યવાહી હાથ ધરવા સુચનાો આપવામાં આવેલ હતી. વિભાગનાં તા. ૧-૪ના ઠરાવ પ્રસિદ્ધ થયા બાદ પ્રાથમિક શિક્ષકો દ્વારા સી.આર.સી. – બી.આર.સી.ને પરત શાળામાં મુકતા વધ પડેલ શિક્ષકો દ્વારા તથા ધો. ૧થી ૫ના શિક્ષકોએ જેઓ વિકલ્પ લીધા બાદ ધો. ૬થી૮માં ફરજ બજાવે છે. તેઓ દ્વારા બદલી માટે તેમની મૂળ શાળાની સિનીયોરીટી ગણવા સંદર્ભે નામ. હાઈકોર્ટમાં મેટર દાખલ કરેલ છે. આમ કુલ અંદાજે ૧૨૫ કે તેથી વધુ પીટીશનો દાખલ થયેલ છે. જે હાલ નામ. હાઈકોર્ટ ખાતે પડતર છે અને જે પૈકી નામ. હાઈકોર્ટ દ્વારા મોટાભાગનાં કેસોમાં વચગાળાની રાહત આપવામાં આવેલ છે. જેની આગામી મુદત તા. ૨૧-૬ અને તા. ૨૭-૬નાં રોજ રાખવામાં આવેલ છે. જે શિક્ષકો દ્વારા પીટીશન દાખલ થયેલ નથી તેઓની સિનીયોરીટી નવા નિયમો મુજબ ગણતાં વહીવટી અને કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત થાય તેમ હોઈ સરકારી વકીલનો અભિપ્રાય માંગતા તેના અનુસંધાને સીંગલ ફાઈલ પર મળેલ સચિવના આદેશાનુસાર આયોજિત કરેલ ઓનલાઈન આંતરીક બદલી કેમ્પ અન્વયે આ કચેરી દ્વારા બીજી સુચનાઓ આપવામાં ન આવે ત્યાં સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે.