આવતીકાલે ED દ્વારા આપવામાં આવેલ સમન્સમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાજર રહી પુરતો સહયોગ આપશે : ષડયંત્રના ભાગરૂપે એજન્સીનો દુરુપયોગ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ મનહર પટેલ દ્વારા કરાયા
કોંગ્રેસનાં રાહુલ ગાંધી ઈડ્ઢ ની કચેરીમાં જ્યારે હાજર થશે ત્યારે ED ની પૂછપરછ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી દેશની તમામ ED કચેરી બહાર કોંગ્રેસના નેતા અને કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ કરશે તાજેતરમાં જ ઇડી દ્વારા રાહુલ ગાંધીને ઇડી દ્વારા હાજર થવા માટે નોટિસ આપવામાં આવી છે, જેને લઈને આજે કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા મનહર પટેલે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, તેમણે જણાવ્યું હતું કે ૧૩ તારીખે રાહુલ ગાંધી ઇડીની ઓફિસે હાજર થશે તેની સાથે સમગ્ર દેશમાં કોંગ્રેસના આગેવાનો દેશમાં તમામ ઇડીની જશે અને જ્યાં સુધી રાહુલ ગાંધી પરત નહી આવે ત્યાં સુધી સમગ્ર દેશમાં કાર્યકર્તાઓ ત્યાં જ રહેશે. આજે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનહરભાઈ પટેલે પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવેલ કે રાહુલગાંધીજીને ભાજપના ઈશારે કોંગ્રેસ પાર્ટીનું મનોબળ તોડવાના ઇ.ડી.દ્વારા સમન્સ પાઠવવામાં આવેલ છે, નેશનલ હેરાલ્ડ કેસમાં કોઈપણ જાતનો નાણાકીય વ્યવહાર થયેલ નથી અને કંપની ખોટમાં ચાલે છે તેમ છતાં ઇ.ડી દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવેલ છે. તેમને ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે અમિતશાહ તથા જયશાહની કંપનીની ૨૦૧૪ મા આવક ૫૦ હજાર હતી જ્યારે હાલ ૮૦ કરોડની છે તો એમાં કેમ ઇ.ડી તપાસ કેમ નથી કરી રહી, કેન્દ્રિયમંત્રી પીયૂષ ગોયલની કંપનીને મૂળ કિંમત કરતા એક હજાર ગણો વધુ ભાવ આપી ખરીદવામાં આવી તેમાં કેમ ઇ.ડી તપાસ નથી કરી રહી, થોડા સમય પહેલા જૈન બંધુઓને ત્યાં ઇ.ડી ની રેઇડ દરમ્યાન ૧૫૦ કરોડ જેટલી માતબર રકમ પકડાયેલ તે કેશમાં કેમ ઇ.ડી દ્વારા કોઈ આગળ કાર્યવાહી થઈ નથી. તેમને જણાવ્યું હતું કે રાહુલગાંધી ને આપવામાં આવેલ સમન્સના અનુસંધાને આવતીકાલ ૧૩/૬/૨૦૨૨ ના રોજ ચોક્કસ ઇ.ડી સમક્ષ હાજર રહેશે અને તે સાથે સમગ્ર ભારતમાં કોંગ્રેસના કાર્યકરો દરેક જગ્યાએ ઇ.ડી ની કચેરી ખાતે હાજર રહેશે અને જ્યાસુધી રાહુલગાંધીજી કચેરી ખાતે હાજર રહેશે ત્યાં સુધી દરેક કાર્યકર્તા કચેરી બહાર હાજર રહેશે. તેમજ ખોડલધામ પ્રણેતા નરેશભાઈ પટેલ વિશે પ્રશ્ન પૂછતાં જણાવેલ કે નરેશભાઈ પટેલને કોંગ્રેસ પક્ષમાં આવવું હોઈ તો કોંગ્રેસ તેમને લાલ ઝાજમ પાથરી આવકારશે પરંતુ કોંગ્રેસ પક્ષ કોઈની રાહ જોઇને બેસી રહે તેવો પક્ષ નથી.