કેસના મુખ્ય આરોપી જાવેદ પંપના ઘરે બુલડોઝર કાર્યવાહી શરૂ : મોટી સંખ્યામાં પોલીસની ટુકડી ગોઠવાઈ
પ્રયાગરાજ, તા.૧૨
પ્રયાગરાજમાં હિંસાના મામલે યોગી સરકારની કડક કાર્યવાહી જોવા મળી છે. કેસના મુખ્ય આરોપી જાવેદ પંપના ઘરે બુલડોઝર કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. અત્યારે બુલડોઝર કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. અત્યારે મોટી સંખ્યામાં પોલીસની ટુકડી ગોઠવી દેવામાં આવી છે. જાવેદ પંપનો આલિશાન બંગલો છે અને થોડા સમયમાં આ બંગલાને બુલડોઝરથી દ્વસ્ત કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેસની ગંભીરતાને સમજતાં મોટી સંખ્યામાં પોલીસની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ પહેલાં જાવેદના ઘરે નોટીસ ચોંટાડવામાં આવી હતી અને આજે ૧૧ વાગે બુલડોઝર કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી. પીડીએ જાવેદ પંપના ઘરે નોટીસ ચોંટાડી તેને ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસ તંત્રએ જાવેદના ઘરને છાવણીમાં ફેરવી દીધું છે. બુલડોઝર પણ પહોંચી ગયું છે. બુલડોઝરે જાવેદના ઘરને ધ્વસ્ત કરવાનું શરૂ કરી દીધું છે. બુલડોઝરે જાવેદના ઘરનો પહેલો દરવાજો તોડી દીધો છે. બુલડોઝરથી જાવેદના ઘરની બાઉન્ડ્રી વોલ પણ તોડી પાડી છે. એસપી સિટીના લોકોને ઘટના સ્થળ પર જમા લોકોને દૂર કરવાની સતત અપીલ કરી રહ્યા છે. જાવેદ અહેમદનું ઘર અંદરથી બંધ છે.