ક્રૂડના ભાવ ૧૨૧ ડોલરને થયા પાર, પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તેવી શક્યતા

22

નવીદિલ્હી,તા.૧૨
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધીને ૧૨૧.૨૮ ડાલરની સપાટીને આંબી ગયા હોવાથી હવે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પાસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો કરવા સિવાય કોઈ જ ચારો રહ્યો નથી, તેથી આગામી બેથી ત્રણ મહિનામાં સરકારે એક્સાઈઝ ઘટાડીને આપેલો એડવાન્ટેજ ધોવાઈ જવાની શક્યતા છે. ભારતની ક્ડ ઓઈલની રિક્વાયરમેન્ટમાંથી ૮૫ ટકા રિક્વાયરમેન્ટ આયાતી ક્ડથી સંતોષવામાં આવે છે, તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં આવતા ભાવ વધારાની અસરનો તેણે ભોગ બનવું જ પડે છે. અત્યારે ભારતના જુદાં જુદાં શહેરોમાં પેટ્રોલ લિટરદીઠ રૃ. ૯૭ની આસપાસ અને ડીઝલ લિટરદીઠ રૃ. ૯૦ની આસપાસના ભાવે વેચાઈ રહ્યું છે. પેટ્રોલના ભાવ બહુ જ ટૂંકા ગાળામાં રૃ. ૧૦૦ની ઉપર પહોંચી જવાની સંભાવના છે. ડીઝલના ભાવ પણ રૃ. ૧૦૦ની નજીક પહોંચી જવાની ધારણા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા તેના પરની એક્સાઈઝની સરકારની આવક ઘટી હતી.હવે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા માંડતા સરકારની એક્સાઈઝની આવકમાં પણ ફરી વધારો થવા માંડશે. ભારતનું ૨૦૨૨-૨૩ના વર્ષનું બજેટ ક્ડના આંતરરાષ્ટ્રીય બજાર ભાવ ૭૫થી ૮૦ ડાલરની આસપાસ રહેશે તેવી ગણતરીથી તૈયાર કરવામાં આવ્યું છે તેથી બજેટના ગણિતો પણ ઉંધા પડવાની સંભાવના છે. બજેટમાં આંતરરાષ્ટ્રીય બજારના ક્ડના મૂકવામાં આવેલા અંદાજ કરતાં અત્યાર બજારમાં ક્ડના ભાવ ૫૦થી ૫૫ ટકા ઊંચા છે. તેથી વિદેશી હૂંડિયામણનો મોટો ખર્ચ ક્ડની આયાત પાછળ જ ખર્ચાઈ જવાની સંભાવના છે. અત્યારે ક્રૂડની આયાત પાછળ અંદાજે રૃ. ૮.૫થી ૯.૫ લાખ કરોડનું વિદેશી હૂંડિયામણ વપરાય છે. પરિણામે નિકાસ કરતાં આયાત વચ્ચેનો ગાળો બહુ જ વધી જવાની શક્યતા રહેલી છે. તેમ જ ફોરેક્સ રિઝર્વ પર પણ તેની મોટી અસર આવવાની સંભાવના છે. ૧૯૯૧માં ફોરેક્સ રિઝર્વ તળિયે આવી જતાં ભારતે તેની પાસેનું સોનું વેચવા માટે વિદેશ મોકલવાની ફરજ પડી હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવનું બાંધણું સરકારે ઘણાં સમય પહેલાથી ઊઠાવી લીધું છે. માર્કેટની સ્થિતિ પ્રમાણે તેના ભાવમાં વધઘટ થયા કરે તેવી નીતિને ભારત સરકારે અપનાવી છે. પરંતુ ભારત સરકારે લિટરદીઠ એક્સાઈઝમાં રૃ. ૮નો ઘટાડો કર્યો તે પછી એટલે કે ૬ એપ્રિલ ૨૦૨૨થી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું બં કરી દીધું હતું. આંતરરાષ્ટ્રીય બજારમા ક્ડના ભાવ વધતા હોવા છતાંય તેમણે ભાવ વધારવાનું ટાળ્યું હતું. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર અત્યારે લિટરીદીઠ રૃ. ૧૮થી ૨૧ની નુકસાની ખમવાની આવી રહી છે. ભારતની પેટ્રોલિયમ સેક્ટરની સરકારી કંપનીઓ ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે તેમના આંતરરાષ્ટ્રીય સ્તરના ક્ડના સપ્લાયર્સ સાથે છ મહિનાના સપ્લાયના સોદા કરવાનું જાન્યુઆરી ૨૦૨૨થી ચાલુ કરી દીધું છે. જૂન ૨૦૨૨ પછી ફરીથી નવા ભાવ સાથે સપ્લાય આપવાનો સોદો કરશે. રશિયા તેના આંતરરાષ્ટ્રીય બાયર્સને ક્ડ આપે છે તેનાથી વધારાનો સપ્લાય ભારતને આપી શકે તેમ ન હોવાના નિર્દેશ અત્યારે મળી રહ્યા છે. ગોલ્ડમેન સેચ્સ નામની આંતરરાષ્ટ્રીય માર્કેટની એનાલિસિસ કરતી કંપનીના અંદાજ મુજબ જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્ડના ભાવ બેરલદીઠ ૧૪૦ ડાલરની આસપાસ રહેવાનો અંદાજ છે. એપ્રિલ મહિનામાં ભારતને ક્ડનો સપ્લાય સરેરાશ ૧૦૨.૯૭ ડાલરના ભાવે મળ્યો છે. ૧૦મી જૂન સુધીના ક્ડના સપ્લાયની એવરેજ પ્રાઈસ કાઢવામાં આવે તો બેરલદીઠ સરેરાશ ૧૧૮.૩૪ના ભાવથી ભારતને ક્ડનો સપ્લાય મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્ડનો જુલાઈ વાયદાનો ભાવ અત્યારે ૧૨૨.૭૨ ડાલર બોલાઈ રહ્યો છે.આ અગાઉ પણ ગોલ્ડમેન સેચ્સે જુલાઈ સપ્ટેમ્બર મહિનામાં બેરલદીઠ ૧૪૦ ડાલરની સપાટીને આંબી જશે તેવી આગાહી કરી જ હતી. ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૨ના ગાળામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્ડના બેરલદીઠ સરેરાશ ભાવ ૧૩૦ ડાલર રહેવાની આગાહી પણ કરેલી જ છે. આ સંજોગમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવા સિવાય કોઈ જ છૂટકો નથી. ભારત સરકારની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ વર્તમાન સંજોગોમાં વધુ ખોટનો બોજો સહન કરી શકે તેમ જ નથી. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ભારતમાં મોંઘવારી વધશે. તેમ જ ફુગાવાનો દર પણ ઉપર જશે. ૭.૮ ટકાની સપાટીએ પહોંચી ગયેલા ફુગાવાના દરને અંકુશમાં રાખવા માટે રિઝર્વ બેન્ક અને ભારત સરકાર સતત સંઘર્ષ કરી રહી છે ત્યારે ક્ડના વધી રહેલા ભાવ તેમના ગણિતો અને આયોજનોને ખોરવી નાખે તેવી સંપૂર્ણ સંભાવના છે.

Previous articleયુપીમાં ૩૦૦થી વધુની જ્યારે દિલ્હીમાં બેની ધરપકડ કરાઈ
Next articleરાણપુરના PSI એસ.ડી.રાણાનું ભાજપ લઘુમતી મોરચાના હોદ્દેદારોએ સન્માન કર્યુ..