રાણપુરમાં ગીતાંજલી કેમ્પસ નાં વિદ્યાર્થીએ 99.93 ટકા મેળવી રાણપુરનુ ગૌરવ વધાર્યુ

34

ગુજરાત રાજ્યમાં 7 મો ક્રમ તથા બોટાદ જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવી રાણપુર તાલુકાનું નામ રોશન કર્યુ
બોટાદ જીલ્લાના રાણપુરનાં કિનારા ખાતે આવેલ ગીતાંજલી કેમ્પસ સંચાલિત શ્રી કે.ડી.પરમાર વિદ્યાલયના વિદ્યાર્થી કાણોતરા કૌશલ વિજયભાઈ (ગામ-બરાનિયા) એ માર્ચ-2022 માં લેવાયેલ બોર્ડની પરીક્ષામાં 99.93 PR અને 93.71% સાથે A1 ગ્રેડ મેળવી સમગ્ર રાજ્યમાં 7 મો ક્રમ તેમજ સમગ્ર બોટાદ જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવી શાળા પરિવાર તેમજ રાણપુર તાલુકાને ગૌરવ અપાવ્યું છે.શાળાના સંચાલક વલ્લભભાઈ ધરજીયા નાં સફળ સંચાલન અને સમગ્ર સ્ટાફની સતત મહેનત થકી સમગ્ર રાણપુર તાલુકામાં HSC માં 1 થી 8 તેમજ SSC માં 1 થી 6 નંબર મેળવી 100% પરિણામ સાથે રાણપુર તાલુકામાં ગીતાંજલી પ્રથમ નંબરે રહી છે.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleરાણપુરના PSI એસ.ડી.રાણાનું ભાજપ લઘુમતી મોરચાના હોદ્દેદારોએ સન્માન કર્યુ..
Next articleપાળીયાદ વિસામણબાપુની જગ્યાના દર્શન કરવા સાવરકુંડલા પાસે આવેલ માનવ મંદીર આશ્રમના મહંત પધાર્યા