બોટાદ સીટી વિસ્તારમાંથી GRD બેન દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે બોટાદ S.T.Depo માં એક અજાણ્યા બહેન બેઠા છે અને તેઓ ખૂબ ચિંતામાં છે અને રડે છે જેના પગલે ૧૮૧ કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન કોન્સ્ટેબલ ઝાપડિયા શેતલબેન તેમજ પાયલોટ સોલંકી સંદીપભાઈ ઘટના સ્થળે અજાણ્યા બહેન ની મદદ માટે પહોંચ્યા હતા બહેનને GRD બહેનો એ એક સુરક્ષિત જગ્યાએ બેસાડ્યા હતા બહેન સાથે ૧૮૧ ની ટીમે વાતચીત કરતા જણાવેલ કે બહેન ની સાસરી બોટાદ સીટી વિસ્તારમાં છે આજથી બે મહિના પહેલા જ તેમના લગ્ન થયા છે અને તેનું પિયર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કેવડી ગામ માં છે જેથી બહેન બોટાદ સીટી વિસ્તારથી સંપૂર્ણ અજાણ્યા છે બહેન પાસેથી તેના પતિનો ફોન નંબર મેળવી તેના પતિ ની સાથે મોબાઈલ દ્વારા વાતચીત કરી તેમના ઘરનું સરનામું જાણી ૧૮૧ ટીમ બહેનની સાથે તેના સાસરીમાં ગયેલ તેના સાસરીવાળા ને મળી ઘટનાની તમામ માહિતી આપી તેમના સાસરીવાળા એ જણાવેલ કે તેમને ખબર જ ન હતી કે બહેન ક્યાં ગયા છે તેના પતિએ ઘણી શોધ કરેલ પરંતુ તેઓને મળેલ નહી બહેન તેના પિયરમાં રોજ વારંવાર ફોન કરી વાતચીત કરતાં હોય અને ફોનની બધી માહિતી ડીલીટ કરી નાખતા તેથી તેના પતિ ખોટી શંકા કરતા અને તેમના વચ્ચે મતભેદ થતા ઝઘડો થયેલ તેથી બહેન કંટાળીને ઘરે કહેયા વગર બહાર નીકળી ગયેલ ૧૮૧ ટીમ દ્વારા તેના પતિ અને સાસરી ના સભ્યોને સલાહ-સુચન માર્ગદર્શન આપવામાં આવેલ તેમના વચ્ચે સુખદ સમાધાન કરેલ અને બહેન ના પિયર ના સભ્યો સાથે પણ ફોન પણ વાતચીત કરી યોગ્ય માર્ગદર્શન આપેલ બહેન ના પતિ અને સાસરી વાળાએ બહેન ને સલામત ઘરે પહોંચાડ્યા એ બદલ ૧૮૧ અભયમ ટીમનો આભાર માનેલ.. આમ,૧૮૧ ટીમ બોટાદ દ્વારા બહેના સાસરી પરિવારનું સુખદ મિલન કરાવ્યું હતું.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ