તળાજા અને મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, માર્ગો પર પાણી ફરી વળ્યા

28

જગતનો તાત વાવણી લાયક વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો છે
રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા-તળાજા વિસ્તારમાં પણ પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

તળાજા પંથકના પાદરગઢ, કુંડવી, બોરડી, ગાધેસર, વાટલીયા, જાગધાર, રોયલ, સાંગાણા, કામરોળ સહિતના ગ્રામ્ય પંથકમાં આજ સવારથી વાદળછાયું વાતાવરણ બાદ પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જેને લઈ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત મહુવા શહેર અને પંથકમાં પણ ભારે બફારા બાદ નેવાધાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેથી લોકોને ગરમીમાં રાહત મળી હતી. આકારો ઉનાળો સહન કર્યા બાદ જયારે હવે વરસાદી માહોલ જામ્યો છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં એક પ્રકારે આનંદની અનુભૂતિ જોવા મળી રહી છે. જોકે, જગતનો તાત હજું વાવણી લાયક વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો છે.

Previous articleપતિ દ્વારા ખોટી શંકા કરતા કંટાળી ને ઘરેથી બહાર નીકળી ગયેલ પીડિતાને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવતી બોટાદ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ
Next articleફરી એ જ જગ્યાએ આગ લાગી , ભાવનગરના કુંભારવાડામાં ખુલ્લી જગ્યામાં ઓઈલના ખાલી ટીપડા અને કચરાના જથ્થામાં ગઈકાલ બાદ આજે ફરી આગ લાગી