ક્લીન રાજુલા ગ્રીન રાજુલાનો દરિયા કાંઠેથી થયેલો પ્રારંભ

993

તાજેતરમાં રાજુલા ખાતે નવનિયુક્ત આર એફ ઑ રાજલ બેન પાઠક દ્વારા શરૂ કરાયેલ સફાઈ ઝુેંબેશમાં ફોરેસ્ટ વિભાગ ના તમામ કર્મચારીઓ .રાજકીય આગેવાનો .પાલિકા કર્મચારીઓ .સામાજિક આગેવાનો .તેમજ પર્યાવરણ પ્રેમીઓ જોડાઈ ને ‘ક્લીન રાજુલા ગ્રીન રાજુલા’ અંતર ગત સફાઈ અભિયાન શરૂ કરાયું હતું અને શહેર ની જુદી જુદી જગ્યા પર સફાઈ કાર્ય હાથ ધરવા માં આવ્યું હતું જે અનુસંધાને રાજુલા પંથકના દરિયા કિનારે આ અભિયાન ને પણ ભવ્ય સફળતા મળી રહી છે.

રાજુલા આર એફ ઓ રાજલ બેન પાઠક ની સૂચના થી અહીં આવેલ ખેરા .પટવા .ડોળીયા .ચાંચ સહિત ના દરિયા કિનારે દરિયાઈ શ્રુષ્ટિ ને ધ્યાને રાખી ને સફાઈ હાથ ધરાઈ હતી અહીં પર્યટકો દ્વારા કિનારા પર ફેંકવા માં આવેલ પ્લાસ્ટિક તેમજ માછીમારો દ્વારા ફેંકવામાં આવેલા જાળ ના ટુકડાઓ અહીં વસતા દરિયાઈ શ્રુષ્ટિ માટે હાનિકારક સાબિત થાય છે અહીં ફેંકવા માં આવેલ જાળ માં ભરતી સમયે માછલાં ઑ અને કાચબા ઑ ફસાઈ જાય છે અને મોત ને ભેટે છે તેવા માં આવી પડેલા કચરાનો બાળી ને નિકાલ કરાયો હતો આ તકે વન વિભાગના માંગા ભાઈ ધાપા, ધીરૂ ભાઈ બારીયા, ભારત ભાઈ, જગદીશ ભાઈ ચૌહાન સહિત અનેક પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા.

Previous articleરાજુલા પંથકમાં બેફામ પાણી ચોરી, તંત્ર દ્વારા કાર્યવાહીમાં થતો વિલંબ
Next articleરાજુલાના વડ ગામે પર્યાવરણનું સરકાર અને સિંચાઈ વિભાગ દ્વારા રક્ષણ કરવા માંગણી