એપ્રેન્ટિસ ભરતી મેળામાં જુદી-જુદી 13 કંપનીઓ જોડાઈ હતી
ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલ મહિલા આઈ.ટી.આઈ. ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત મેગા ભરતી મેળો યોજાયો હતો જેમાં ભાવનગર જિલ્લાભર માંથી 600 થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.
ગુજરાત સરકારની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ ભાવનગર મહાનગરપાલિકા તથા વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ 8 પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે સોમવારના રોજ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એપ્રેન્ટીસ ભરતી મેળામાં શહેરની જુદી-જુદી 13 થી વધુ કંપનીઓ જોડાય હતી, આ ભરતી મેળામાં 600થી વધુ ઉમેદવારોએ આવ્યા હતા જેમાં પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિકલ, કોપા, વાયરમેન સહિતના વિવિધ ટ્રેડના ઉમેદવારોએ ભરતીમેળામાં ભાગ હતો.