નિર્મળનગરમાં જુગાર રમતા પિતા-પુત્ર સહિત ૧૦ પત્તેબાજ ઝડપાયા

51

ભાવુભાના ચોકમાં ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા પોલીસે ઝડપી લીધા
ભાવનગરમાં જાણે જુગારની મૌસમ ખીલી હોય તેમ શહેર અને જિલ્લામાં બાજી માંડીને બેઠેલા ખેલંદાઓ પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે. શહેરના નિર્મળનગરમાં એક ખુલ્લા પ્લોટમાં પૈસા-પાના વતી હારજીતનો જુગાર રમતા ૧૦ પત્તેબાજોને નિલમબાગ પોલીસે રંગેહાથ ઝડપી લઇ પટમાંથી રોકડ રૂા.૧૫,૬૮૦ તથા ૮ મોબાઇલ (કિંમત રૂા.૩૬ હજાર) અને બે મોટરસાયકલ (કિંમત રૂા.૫૦ હજાર) મળી કુલ રૂા.૧,૦૧૬૮૦ના કબ્જે લઇ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ નિલમબાગ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. ભાચકન અને સ્ટાફ નાઇટ રાઉન્ડના પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, નિર્મળનગર, ભાવુભાના ચોકમાં પ્લોટ નં.૧૪માં કેટલાક શખ્સો લાઇટના અંજવાળે ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વતી હારજીતનો જુગાર રમી રહ્યા છે. આથી પોલીસે દરોડો કરતા સ્થળ પરથી શિરીષ ઉર્ફે કાળુ વજેશંકરભાઇ બધેકા, હાર્દિક હિતેશભાઇ ઉકાણી, જલ્પેશ શિરીષભાઇ ઉર્ફે કાળુભાઇ બધેકા, નિકુંજ જયેશભાઇ બધેકા, અશોક પ્રભુભાઇ ગોળકીયા, અરવિંદ રમેશભાઇ બારૈયા, કિશન પ્રકાશભાઇ મકવાણા, વલ્લભ બાબુભાઇ વલાણીયા, જયેશ મહેશભાઇ ડાબેસરા અને સંસ્કારભાઇ ઉર્ફે સોનુ પ્રકાશભાઇ જગદિશભાઇ જાની (રે. તમામ નિર્મળનગર, ભાવનગર) જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતાં. નિલમબાગ પોલીસે તમામ ૧૦ આરોપી સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleઇસ્કોન ક્લબમાંથી હાઈપ્રોફાઈલ જુગાર ઝડપાયો રૂ.૬.૦૫ લાખના મુદ્દામાલ સાથે ૬ નબીરા પકડાયા
Next article‘શિક્ષણેતર કાયૅથી શિક્ષકોને મુક્ત રાખો’ પાલનપુરની શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ સંગોષ્ઠિનો બુલંદ અવાજ