શહેરના જુદા જુદા ચાર સ્થળોએથી ૨૩ શખ્સો જુગાર રમતા ઝડપાયા

30

ભાવનગર શહેરના જુદા જુદા ચાર જેટલા સ્થળો ઉપર પોલીસે રેડ પાડી જાહેરમાં જુગાર રમતા ૨૩ જેટલા શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઘોઘા પોલીસે બાતમીના આધારે હોઇદડ ગામે જાહેરમાં જુગાર રમતા વિરભદ્રસિંહ જોરૂભા સરવૈયા, ગીરીરાજસિંહ કરણસિંહ સરવૈયા, જયપાલસિંહ ઘુઘુભા ગોહિલ, વિજય દેવરાજ બારૈયા, ઇન્દ્રવિજયસિંહ પ્રવિણસિંહ ગોહિલ, દીપક અરવિંદ કંટારિયા, જિજ્ઞેશ ભરતભાઇ રાઠોડ તથા છનુભા મનુભાઇ ગોહિલને રોકડ, જુગાર સાહિત્ય સાથે ઝડપી લીધા હતાં. જ્યારે દરોડા દરમિયાન છત્રપાલસિંહ પ્રવિણસિંહ ગોહિલ તથા ચેતનસિંહ વિક્રમસિંહ ગોહિલ નાસી છુટ્યા હતાં. પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પાલિતાણા રૂરલ પોલીસે બાતમીના આધારે જાળિયા ગામેથી જાહેરમાં જુગાર રમતા અશોક વેલજીભાઇ રાઠોડ, સંજય બીજલભાઇ મકવાણા, જીવન ઘુસાભાઇ વાળા, નાથા કુરજીભાઇ મેર, પ્રેમજી સવજીભાઇ મેર અને નાગજી ડાયાભાઇ ધરવાણીયાને રોકડ સાથે ઝડપી પાડ્યા હતાં. ઉપરાંત સિહોર પોલીસે ગોહિલનગર બાપા સીતારામ મઢી પાસે જાહેરમાં જુગાર રમતા રાજેશ ઉર્ફે રાજા રસિકભાઇ ચૌહાણ, વિશાલ છગનભાઇ પરમાર, હિરેન પ્રેમજીભાઇ સરવૈયા, રવિ બાલભાઇ ચૌહાણ તથા પંકજ મહેશભાઇ જોષીને ૪૪૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો દાખલ કર્યો હતો. જ્યારે ગઢડા પોલીસે ચિરોડા ગામે ચિરોડા-રણીયાળાની વચ્ચે જાહેરમાં જુગાર રમતા રાજુ અમરશી મકવાણા, રાજુ નાથાભાઇ સેદાણી, ધરમશી ઓધાભાઇ મકવાણા તથા ગણેશ રવજીભાઇ કળથીયાને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

Previous articleઆજે વટસાવિત્રી પૂનમ : સૌભાગ્યવતી બહેનો દ્વારા વડનું પૂજન કરશે
Next articleતેજસ્વી પ્રકાશના હાથમાંથી જતી રહી આયુષમાન સાથેની ફિલ્મ