ભાવનગર 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ, જેઠ સુદ પૂનમના દિવસે જળાભિષેક કરાયો

40

રાજ્યમાં અમદાવાદ બાદ ભાવનગરની રથયાત્રા બીજા નંબરની ગણાય છે
ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રા ને લઈ ને હવે તડામાર તૈયારીઓ શરૂ થવા લાગી છે આજે જેઠ સુદ પૂનમના દિવસે જળાભિષેકનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 1 જુલાઈ ના રોજ ભગવાન જગણનાથજીની 37 મી રથયાત્રા ભાવનગરમા નીકળશે, સુભાષનગર ખાતે આવેલા ભગવાન જગનનાથજીના મંદિરએથી આ યાત્રા પ્રસ્થાન થઈ ને શહેરમાં 18 કિલોમીટરના રૂટ ઉપર ફરશે જ્યા ભાવનગરવાસીઓ આસ્થાભેર સ્વાગત કરશે.ભાવનગરમાં બે વર્ષથી કોરોનાના કારણે રથયાત્રા યોજાઈ નથી ત્યારે હવે આ વર્ષે રથયાત્રા યોજવાની હોઈ આયોજકો અને ભક્તજનોમાં અત્યારથી જ ખુશીનો માહોલ જોવા મળે છે. ભાવનગરમાં દર વર્ષે આ રથયાત્રામાં 100થી વધુ ટ્રક તેમજ, હાથી, ઘોડા અને ભજન મંડળીઓ પણ મોટી સંખ્યામાં જોડાય છે. આજે સવારે મંદિર ખાતે યોજાયેલ જળાભિષેક કાર્યક્રમમાં રથયાત્રા સમિતિના ચેરમેન હરુભાઈ ગોંડલીયા, તેમજ વિવિધ હિન્દૂ સનગઠનના આગેવાનો અને ભક્તજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Previous articleશહેર અને જિલ્લામાં આવેલા શિવમંદિરો ખાતે વડસાવિત્રી વ્રત, પતિની દિર્ઘાયુષ માટે વડની પૂજા કરી ઉપવાસના એકટાણા કરી ઉજવણી કરાઈ, મહિલાઓની ભારે ભીડ જોવા મળી
Next articleભાવનગર મહાનગર ભાજપ તેમજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા તિરંગા બાઈક યાત્રાનું સફળ આયોજન.