૧૮ હજાર ફુટ ઉંચાઈએ આઈસ ટ્રેકીંગ કરતી નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ

990

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની વિદ્યાર્થીનીઓએ ડેલહાઉસી-હિમાચલ પ્રદેશ ખાતે ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નંદકુંવરબા મહિલા કોલેજ વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યક્રમો કરે છે. જેના ભાગરૂપે વિદ્યાર્થીનીઓમાં સાહસિકતા વધે તે હેતુથી કોલેજની ૪પ વિદ્યાર્થીનીઓએ ડેલહાઉસી- હિમાચલ પ્રદેશ ખાતે કોલેજ દ્વારા આયોજીત ટ્રેકીંગ કેમ્પમાં ભાગ લીધો હતો.

આ ટ્રેકીંગ કેમપ દરમ્યાન ડેલહાઉસીના નિમકુંડા ખાતે ૧૮૦૦૦ ફુટની ઉંચાઈ ઉપર આઈસ ટ્રેકીંગ કરીને સાહસિકતાનું ઉદાહરણ પુરૂ પાડીને માઈનસ ૪ ડિગ્રી સેલ્સીયસમાં હિમમતથી સફળતાપુર્વક આઈસ ટ્રેકીંગ પુર્ણ કરીને કોલેજનું ગૌરવ વધાર્યું હતું.  આ સમગ્ર ટ્રેકીંગ કેમ્પ દરમ્યાન વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન કોલેજના પ્રોગ્રામ ઓફિસર શૈલેન્દ્રસિંહ ગોહિલ અને પ્રાધ્યાપક નીકીતાબાનુ ગાગનાણીએ આપ્યું હતું.

Previous articleરાજુલાના વડ ગામે પર્યાવરણનું સરકાર અને સિંચાઈ વિભાગ દ્વારા રક્ષણ કરવા માંગણી
Next articleઆથમતા સુરજના અજવાળા