ભાવનગર મહાનગર ભાજપ તેમજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા તિરંગા બાઈક યાત્રાનું સફળ આયોજન.

32

ગત તારીખ ૧૩-૦૬-૨૦૨૨ અને મંગળવારના રોજ સાંજના ૫-૩૦ કલાકે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ત્રિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ. શહેરના નીલમબાગ સર્કલ ખાતે ભાવનગર શહેર અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યા, મહામંત્રીઓ યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ દ્વારા આ ત્રિરંગા બાઇક રેલીનું લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવવામાં આવેલ, આ રેલીમાં ભાવનગર શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, વરિષ્ટ આગેવાનો, મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડે. મેયર સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, નગર સેવકો, શિક્ષણ સમિતિના ચેરમેન અને સદસ્યો તેમજ વોર્ડ સંગઠન અને તમામ સેલ મોરચાના હોદ્દેદારો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. ત્રિરંગા બાઇક યાત્રા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ મુકેશભાઈ ડાભી, મહામંત્રીઓ કિશનભાઈ મહેતા, ભવદીપસિંહ ગોહિલ સહિત યુવા મોરચાની ટીમે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોષીની યાદી જણાવે છે.

Previous articleભાવનગર 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ, જેઠ સુદ પૂનમના દિવસે જળાભિષેક કરાયો
Next articleપેટ્રોલ નહિ મળે તેવા હાઉ વચ્ચે ઇંધણ પુરાવવા લાંબી લાઈનો