શહેર પર રાજ કરનારા સત્તાધીશો અને કુદરત બન્નેની વક્રદ્રષ્ટિના કારણે ભાવેણાવાસીઓનું માનીતું ઘરેણુ ગૌરીશંકર સરોવર (બોરતળાવ) ગ્રીષ્મ કાળ મધ્યે (ઉનાળાના સમયે) નામ માત્રનું પાણી રહ્યું છે. આ જળાશયમાં થોડુ જ પાણી હોવા છતા શનિ-રવિની રજાઓમાં બોરતળાવ ખાતે મોટીસંખ્યામાં લોકો ઉમટી પડે છે. જેમાં ઢળતી સાંજે આથમતા સુરજએ મનોહર દ્રશ્ય ખડુ કર્યુ હતું.