સાયબર ક્રાઇમ પોલીસે યુવાનને દબોચી લીધો
ઉમરાળા તાલુકાના રંઘોળા ગામની યુવતીને ઈન્સ્ટાગ્રામમા ફેક એકાઉન્ટ બનાવી બદનામ કરનાર શહેરના નિર્મળનગર શેરી નં. પાચમા રહેતા મુળ શિહોર તાલુકાના સણોસરા ગામના યુવાનની ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી હતી. સાયબર ક્રાઇમ પો.સ્ટે. ભાવનગર વિભાગ,ભાવનગર ખાતે ગઇ તા.૦૬/૦૬ ના રોજ ફરીયાદી સંજયભાઈ ગણેશભાઇ ભોજ રહે.રંઘોળા,તા.ઉમરાળા વાળાએ પોતાની ફરીયાદ નોંધાવેલ જેમા કોઇ અજાણ્યા ઇસમે ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનમા ખોટુ નામ ધારણ કરી ફેક એકાઉન્ટ બનાવી ફરીયાદીના બહેનને સમાજમાં તેમજ તેના પરિવારમાં બદનામ કરવાના ઇરાદે તેમના ચારિત્રને હાની થાય તેવા શબ્દોનો ઉપયોગ કરી ફરીયાદીના ઇન્સ્ટાગ્રામ મેસેન્જરમા મેસેજ મોકલી ફરીયાદી તથા તેમના પરિવારના સભ્યોને હેરાન કરતો હોય જે બાબતે આઇ.ટી.એકટ હેઠળ સાયબર ક્રાઇમ પો.સ્ટે.મા ગુનો નોંધવામા આવેલ. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ભાવનગર પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારે આ ગુનાના આરોપીની ભાળ મેળવી તેના વિરૂધ્ધમા ત્વરીત કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.જે અન્વયે સા.ક્રા.પો.સ્ટે. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.એચ.બાર ના માર્ગદર્શન હેઠળ ટેકનીકલ ટીમ તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે.સ્ટાફ દ્વારા એકાઉન્ટ બનાવનારની માહિતી મેળવવા સારૂ ઇન્સ્ટાગ્રામ તરફથી આ ફેક એકાઉન્ટની માહિતી મેળવી તેમજ તમામ માહિતીનુ એનાલીસીસ કરી આ ફેક એકાઉન્ટ બનાવનાર ઇસમ નિકુંજભાઇ રમેશભાઇ રૈયાણી ઉવ.૩૩ ધંધો-નોકરી રહે.સણોસરા ગામ,તા.શિહોર હાલ રહે.પ્લોટ નં.૧૧૨ શેરી નં.-૫ નિર્મળનગર ભાવનગરવાળો હોવાનુ જણાય આવેલ.જેથી આ ઇસમને ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે.