કુડામાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દરિયા કિનારે હાથ ધરાઇ સફાઇ

25

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપણા આસપાસના પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા માટે વિશ્વ પર્યાવરણ દિવસની પ્રથમ ઉજવણી ૫ જુન ૧૯૭૪ના દિવસે કરવામાં આવી હતી. દર વર્ષે ચોક્કસ થીમ સાથે આ દિવસ મનાવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૨ની ઉજવણી ર્‘ંહઙ્મઅર્ ંહી ઈટ્ઠિંર’ થીમ પર થઇ રહી છે. જેના ભાગ રૂપે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગર સંયુક્ત ઉપક્રમે ૧૧ જૂન, શનિવારના રોજ સાંજે ર્‘ંહઙ્મઅર્ ંહી ઈટ્ઠિંર’ વિષયને અનુલક્ષીને દરિયા કિનારાની સફાઈ થકી પૃથ્વી બચાવવા પ્રયાસ માટે લોક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ દરિયા કિનારાની સફાઈમાં ભાવનગર જીલ્લા સ્કાઉટ-ગાઈડ સંઘના વિદ્યાર્થીઓ, લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગરના સભ્યો તથા કુડા ગામના પર્યાવરણપ્રેમી લોકોએ પોતાની ફરજ સમજીને પૃથ્વીને ફરીથી ખીલવવા આ કાર્યને નિયમિત પોતાની ફરજના ભાગરૂપે આગળ વધારવા તત્પરતા દર્શાવી હતી. આ કાર્યક્રમમાં બધા મળીને અંદાજે ૧૩૨ જેટલા લોકોએ ભાગ લીધો હતો.

Previous articleગઢડામાં અષાઢી બીજે નીકળશે ભગવાન જગન્નાથજીની વિશાળ રંગદર્શી રથયાત્રા
Next articleએક રૂપિયામાં આશ્રમ-૩માં કામ કરવા તૈયાર હતી ઈશા