શહેરના જેલ રોડ પર સાંજના સુમારે ભાવનગરથી પાલીતાણા કાર લઈ જઈ રહેલા ચાલકે સ્ટીયરીંગ પરની કાબુ ગુમાવતા કાર ડીવાયડર સાથે અથડાી હતી. જેમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ કારને ઘણુ ખરૂ નુકશાન થયું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ પાલીતાણાના ચોક ગામે રહેતા બાબુભાઈ લાખુભાઈ મકવાણા (ઉ.વ.પપ) પોતાની કાર નં.જી.જે.૪.સી.જે. ૦૩૯૧ લઈ ભાવનગરથી પાલીતાણા તરફ જતા હતા તે વેળાએ જેલ રોડ નજીક ચાલકની આંખો અંજાઈ જતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાયડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બાબુભાઈને સામાન્ય ઈજા થવા પામી હતી. બનાવ બનતા લોકોના ટોળા ઉમટી પડયા હતા.