ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરની કેટલીક શાળાઓ દ્રારા વિદ્યાર્થીઓને ઓછા ટકા આવ્યા હોય તો તેને એડમિશન આપતી નથી પણ જો તેને એ જ શાળામાં સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન આપે છે જેના વિરોધમાં આજે જિલ્લા શિક્ષણાધિકારી આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભાવનગરની કેટલીક સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઓછા ટકા આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ ને આ સ્કૂલ વાળાઓ બીજે એડમિશન લેવાનું કહે છે. પોતાની શાળાના જ વિદ્યાર્થી હોવા છતાં પોતાની સ્કૂલમાં એડમિશન આપતા નથી. અને પાછા પોતાની સ્કૂલમાં સેલ્ફ ફાઈનાન્સમાં એડમિશન લેવાનું કહે છે. જો સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશનલે તો એડમિશન આપે બાકી એડમિશન આપતા નથી. જેથી ગરીબ – મધ્યમ વર્ગ ના વિદ્યાર્થીઓ આ મોંઘવારીમાં સેલ્ફ ફાઈનાન્સમાં એડમિશન કેવી રીતે લઈ શકે ? વિદ્યાર્થીઓ ને તકલીફ ન પડે અને તેમનું વર્ષના બગડે તેમની જ સ્કૂલમાં એડમિશન મળી રહે તેવી માંગ સાથે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા, મહાનગરપાલિકા વિરોધપક્ષ ઉપનેતા કાંતિભાઈ ગોહેલ તેમજ કોર્પોરેટર, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ, મહિલા કોંગ્રેસ, તેમજ વિવિધ સેલના આગેવાન, કાર્યકર તેમજ જે વિદ્યાર્થીઓ ને એડમિશન ના મળતું તેવા વિદ્યાર્થીઓએ પણ ઉપસ્થિત રહ્યા હતા.