ટ્રેનની ગતિ વધીને ૧૬૦ કિ.મી. પ્રતિ કલાક થશે ઉપરાંત પેસેન્જર વહનની ક્ષમતા વધશે :જોકે, રેલવે દ્વારા કોઈ સતાવાર જાહેરાત નહિ
ભાવનગર-બાંદ્રા ટ્રેનની સતત લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આજે ૧૫મી જુનથી ભાવનગર-બાંદ્રા ટ્રેનમાં એલબીએચ કોચ (લિન્ક હોફમેન બુશ) લગાડવા નિર્ણય કરાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ૨૪ ડબબાની બાંદ્રા ટ્રેન નંબર ૧૨૯૭૧ અને ૧૨૯૭૨માં આજથી એલબીએચ કોચ લાગી જશે જેનાથી ટ્રેનની સ્પીડ પણ વધી શકશે ઉપરાંત મુસાફરોની વહન ક્ષમતા પ્રતિંકોચ દીઠ ૮ની વધી જશે. હાલાકી રેલ તંત્ર દ્વારા આ અંગે સતાવાર કોઈ વિગતો જાહેર કરાઈ નથી. રેલવેના પીઆરઆઈ વિભાગ દ્વારા નિતનવા કાર્યક્રમો ગાઈ વગાડીને જાહેર કરવામાં આવે છે પરંતુ મુસાફરોની સુવિધાને સંલગ્ન વિગતો જાહેર કરવામાં કોઈ રસ દ્ઘ પડ્યો નથી. ! ભાવનગર-બાંદ્રા ટ્રેનમાં એલબીએચના ડબ્બા લગાડવામાં આવશે. તેમ વિગતો મળી છે. વધુમાં માહિતી મુજબ ફર્સ્ટ એ.સી.-૧, ટુ ટાયર એ.સી.-૨, થ્રી ટાયર એ.સી.-૬, સ્લીપર કોચ-૮, જનરલ કોચ-૩, લગેજ-બ્રેકવાન-૨ ડબ્બાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાવનગર-બાંદ્રા ટ્રેનને દેશની સફળ ટ્રેનો પૈકીની એક ગણવામાં આવે છે તેથી સુવિધા અપાઇ છે. એલબીએચ કોચ હળવી મેટલમાંથી બનાવવામાં આવેલા હોય છે તેથી ટ્રેનની ગતિમાં પણ વધારો થાય છે. ઉપરાંત એલબીએચ કોચમાં મુસાફરોની ક્ષમતા પણ વધુ હોય છે, તેથી રેલવેની આવકમાં પણ વધારો થાય છે. મુસાફરો માટેની સુવિધાઓમાં પણ અગાઉની સરખામણીએ વધુ સારી સુવિધા હોય છે.
એલબીએચ કોચ ઓછા વજનવાળા, વધુ કેરિંગ કેપિસિટી વાળા, મુસાફરો માટે વધુ સારી સગવડો ધરાવતા, ઓછા વજનને કારણે ટ્રેનની ગતિ વધુ થઇ શક્તી હોવાને કારણે ભારતમાં લોકપ્રિય બની રહ્યા છે. વર્ષ ૨૦૦૦થી ભારતમાં એલબીએચ કોચનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, અને દેશની મહત્વપૂર્ણ ટ્રેનોમાં પ્રાથમિક્તાના ધોરણે એલબીએચ જોડવામાં આવી રહ્યા છે. તેમ જાણવા મળ્યું છે.