રથયાત્રા સંદર્ભે પોલીસે હાથ ધર્યું રાત્રી વાહન ચેકીંગ

22

ભાવનગરમાં અષાઢી બીજના પર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ભાવનગર પોલીસ દ્વારા વિવિધ પગલાઓ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. રથયાત્રા અનુસંધાને હાલ અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાઓ ભરાઈ રહ્યા છે બીજી બાજુ શહેરમાં આવતા જતા વાહનોનું ચેકીંગ શરૂ કરાયું છે. ખાસ કરીને રાત્રિના સુમારે શહેરમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કડક કરી દેવાયું છે આ ઉપરાંત શહેરમાં પણ પોલીસ દરેક ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. રાત્રી ચેકીંગ દરમિયાન ઘોઘારોડ પોલીસે ૬ અને નિલમબાગ પોલીસે ૩ ઉપરાંત અન્ય મળી ૧૦ રખડતા, ભટકતા, નશો કરેલા તેમજ ગુન્હાને અંજામ આપવાની ફિરાકમાં હોય તેવા લોકોને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. ગુજરાત અને દેશમાં હાલમાં ઊભી થયેલી પરિસ્થિતિના પગલે પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે અને રથયાત્રા દરમિયાન કે તે પૂર્વે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બાજ નજર રાખી રહી છે.

Previous articleભાવનગરમાં શહેર આજે એક કોરોનાનો નવા કેસ નોંધાયો
Next articleમહુવાના મ.કરીમખાન પઠાણનુ સિપાઈ રત્ન એવોર્ડથી સન્માન