ભાવનગર ડિવિઝનના કુંડલી સ્ટેશનના ડેપ્યુટી સ્ટેશન મેનેજર મુકેશ કુમાર સાંવલને મે-૨૦૨૨ માટે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર પ્રકાશ બુટાની દ્વારા સલામતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ “મેન ઓફ ધ મંથ” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સમારોહ પશ્ચિમ રેલવેના મુખ્ય મથક ચર્ચગેટ ખાતે યોજાયો હતો. પ્રકાશ બુટાણી, જનરલ મેનેજર, પશ્ચિમ રેલ્વે, ચીફ સેફ્ટી ઓફિસર સતીશ પી. દુધેની હાજરીમાં ભાવનગર ડિવિઝનના ડેપ્યુટી સ્ટેશન મેનેજર-કુંડલી મુકેશકુમાર સાંવલને મેડલ, મેરિટ પ્રમાણપત્ર અને રોકડ રકમ આપીને સન્માનિત કર્યા. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલે મુકેશકુમાર સાંવલને જીએમ એવોર્ડ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની પ્રશંસા કરીને પ્રોત્સાહિત કર્યા હતા.
ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ સંરક્ષા અધિકારી અશોક કછાવાહના જણાવ્યા મુજબ, ૨૨ મે, ૨૦૨૨ ના રોજ, ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ મુકેશ કુમાર સાંવલ કુંડલી સ્ટેશન પર રાત્રિ ફરજ પર હતા. રાત્રે લગભગ ૪.૩૫ વાગ્યે કુંડલી સ્ટેશન પાસેથી એક માલગાડી પસાર થઈ રહી હતી. કાર્યરત ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ મુકેશ કુમાર સાંવલે બ્રેક વાનના વ્હીલમાંથી ચિંગારિયો નીકળતી જોઈ અને તરત જ ખતરાનો સંકેત બતાવીને ટ્રેનને ઊભી કરાવી. ત્યારપછી, ટ્રેન મેનેજર અને પી-મેને તપાસ કરી, જેમાં બ્રેક વાનના બ્રેક-બ્લોક નિકળી ગયેલા હતા જેથી બ્રેક પ્લેટમાં સ્પાર્કિંગ થઈ રહ્યું હતું. તેને ટ્રેન મેનેજર અને પી-મેન દ્વારા રિપેર કરવામાં આવ્યું. ત્યારબાદ માલગાડી લગભગ ૦૫.૦૦ કલાકે રવાના થઈ હતી. આમ કાર્યરત ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ મુકેશ કુમાર સાંવલની તકેદારી અને ત્વરિત કાર્યવાહી ને કારણે સંભવિત અકસ્માત ટાળી શકાયો હતો.