શહેરના બોરતળાવ વિક્ટોરીયા પાર્ક રોડ પરથી એસઓજી ટીમે શંકાસ્પદ હાલતે ઘોઘા જકાતનાકા પાસે રહેતા શખ્સને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લીધો હતો.
એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.મિશ્રાના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. વિશ્ર્વરાજસિંહ ઝાલા, રાજદીપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે ભાવનગર બોરતળાવ વિક્ટોરીયા પાર્ક રોડ ખોડીયાર માતાજીના મંદિર પાસેથી મનીષભાઇ અમુલભાઇ રાઠોડ ઉ.વ. ૨૭ રહે. પ્લોટ નંબર ૫/એચ, પચાસ વારીયા, ઘોઘા જકાતનાકા પાસે ભાવનગરવાળાને એક શંકાસ્પદ મોટર સાયકલ કિ.રૂ઼ ૨૫,૦૦૦/- સાથે ઝડપી પાડેલ. આરોપીએ મોટર સાયકલ ચોરી કરી મેળવેલ હોવાની હકિકત જણાવેલ તેમજ આ મોટર સાયકલ ઉપરાંત પોતે બીજુ પણ એક મોટર સાયકલ ચોરી કરેલ અને તે મોટર સાયકલ માધવાનંદ આશ્રમ પાછળ બોરતળાવમાં બિનવારસી મુકી દિધેલ હોવાનું જણાવતા ત્યા જઇ તપાસ કરતા બોરતળાવ ખાડામાંથી મો.સા. કિ.રૂ઼ ૧૦,૦૦૦/- કિ.રૂ઼ ગણી કબ્જે કરેલ છે. મજકુર વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. ટી.કે.સોલંકી, લગ્ધીરસિંહ ઝાલા, પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહિલ, વિશ્વજીતસિંહ ઝાલા, યોગીનભાઇ ધાંધલ્યા તથા શરદભાઇ ભટ્ટ જોડાયા હતા.