રાજ્ય સરકારે વિજ્ઞાનનગરીના નિર્માણ અર્થે ભાવનગર શહેર પર પસંદગી કળશ ઢોળ્યો છે રૂા.૮૦ કરોડના ખર્ચે નિર્મીત આ સાઈન્સ મ્યુઝિયમનું ખાતમુર્હુત કેબીનેટ પ્રધાન તથા રાજ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતી વચ્ચે નારી ગામ પાસે યોજાયું હતું.
શહેરના પ્રવેશ દ્વાર એવા નારી ગામ પાસે ૨૦ એકર જમીન પર ૧ લાખ સ્કવેર ફીટ બાંધકામ થકી ગુજરાત સરકાર વિજ્ઞાન મ્યુઝિયમનું ૮૦ કરોડના ખર્ચે નિર્માણ કરશે વિજ્ઞાનના તમામ સિધ્ધાંતો બાળકો યુવાનોને સરળતા પૂર્વક સમજાય અને સાઈન્સ પ્રત્યે અભિરૂચી વધે તેવા આશય સાથે આ મ્યુઝીયમનું નિર્માણ કરવામાં આવશે. આજરોજ કેબીનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, મેયર નિમુબેન બાંભણીયા સહિતના અગ્રણીઓની બહોળી ઉપસ્થિતી વચ્ચે ખાત મુર્હુત સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી સાથે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે દ્રષ્ય નિહાળી શકાય તેવુ શ્રાવ્ય એટલે સાંભળી શકાય તેવુ અને સ્પર્શ એટલે અનુભૂતી કરી શકાય તેવી મુખ્યથીમ આ મ્યુઝિયમના મુખ્ય આકર્ષણ રહેશે મરીન ગેલેરી, ઓટો મોબાઈલ, ગેલેરી, ઈલેકટ્રોમીકેનીક ગેલેરી, બાયોલોજીગેલેરી તથા નોબલ પ્રાઈઝ વિભાગ આ મ્યુઝિયમમાં રહેશે.
આ મ્યુઝિયમ માત્ર શહેર કે રાજ્યનું નહિ દેશનું આગવુ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આ સોપાનને લઈને ભાવેણાની પશકલગીમાં એક નવુ પીચ્છુ ઉમેરાશે આ આગવા આકર્ષણનું માધ્યમ સૌ પ્રથમ રાજકોટ શહેરને પ્રાપ્ત થવાનું હતું પરંતુ રાજ્યના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેના અથાગ પ્રયત્નો થકી ભાવનગરની પસંદગી કરવામાં આવી છે.