નેત્રમ પ્રોજેકટમાં ભાવનગરને શોધ અને માર્ગ સુરક્ષા કેટેગરીમાં મળ્યું દ્વિતિય સ્થાન

13

નેત્રમની મદદથી રાજ્યના ૩૦૦૦ કેસ ઉકેલવામાં નેત્રમની મદદ ઉપયોગી સાબીત થઈ
વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના ૩૪ જીલ્લા મુખ્ય મથકો ૬ યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૦૦૦ થી વધુ સીસી ટીવી કેમેરા લગાડીને આધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમની સ્થાપના કરવામાં આવી છે અને તમામ ૩૪ જીલ્લા ખાતે નેત્રમ (કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર) સ્થાપિત કરવામાં આવ્યા છે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ સીસી ટીવી કેમેરાના ઉપયોગથી રાજ્યમાં ચોરી, લુંટ, ચીલ ઝડપ, હીટ એન્ડ રન-અકસ્માત, અપહરણ-ગુમ ગુના બાદની તપાસના ૩૦૦૦ થી વધુ કેસો શોધવામાં મદદ મળી છે. રાજ્યના ૧૬૦૦ થી વધુ તહેવાર, સરઘસ, મેળા દરમ્યાન તેમજ જનરલ ટ્રાફીક નિયમન કરવામાં મદદ મળી છે. આ ઉપરાંત રાજ્યમાં મહાનુભાવોની સુરક્ષા માટે ૧૫૦૦થી વધુ બંદોબસ્તમાં સીસી ટીવી કેમેરાનો ઉપયોગ થયો છે. ૨૦૧૮ની તુલનામાં વર્ષ ૨૦૨૧માં ઘરફોડના કેસો શોધવાના દરમાં અંદાજે ૮% ના વધારા સહિત તમામ ચોરીઓના કેસો શોધવાના દરમાં અંદાજે ૧૩% જેટલો વધારો થયેલ છે તેમજ લૂંટના કેસો શોધવાના દરમાં અંદાજે ૬% નો અને રમખાણો/તોફાનોના આરોપીઓને પકડવામાં અંદાજે ૩% નો વધારો થયેલ છે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ સીસી ટીવી કેમેરાની ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ તેમજ માર્ગ સલામતીના અન્ય અસરકારક પગલાઓના પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોના કેસોમાં વર્ષ ૨૦૧૮ની તુલનામાં વર્ષ ૨૦૨૧ માં અંદાજે ૧૯% જેટલો ઘટાડો થયેલ છે. આ સમયગાળા દરમ્યાન માર્ગ અકસ્માતના કારણે થતી ઇજાઓમાં અંદાજે ૨૧% તેમજ મૃત્યુમાં અંદાજે ૭%જેટલો ઘટાડો થયો છે. તા.૧૫/૦૬/૨૦૨૨ના રોજ ગુજરાત રાજ્યના ડી.જી.પી.ના હસ્તે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શોધ અને માર્ગ સુરક્ષા કેટેગરીમાં ઉત્કૃ કામગીરી કરનાર જિલ્લાની નેત્રમ ટીમને વર્ષ-૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિક સમય માટે રિવર્ડ સર્ટીફિકેટ એનાયત કરવામા આવ્યા છે.કેટેગરી-૧ શોધ માટે વર્ષ -૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિક સમયગાળા દરમ્યાન જુનાગઢ જિલ્લાની નેત્રમ ટીમે ૫૬ કેસો શોધીને પ્રથમ સ્થાન, ભાવનગર જિલ્લાની નેત્રમ ટીમે ૪૩ કેસો શોધીને દ્વિતિય સ્થાન અને કચ્છ-પશ્ચિમ જિલ્લાની નેત્રમ ટીમ ૩૩ કેસો શોધીને તૃતીય સ્થાન હાંસિલ કર્યુ હતું. આ જિલ્લાઓના નેત્રમ ઇન્ચાર્જને ગુજરાત રાજ્યના ડી.જી.પી.ના હસ્તે સારી કામગીરી સબબ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે.કેટેગરી-૨ માર્ગ સુરક્ષા માટે વર્ષ ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિક સમયગાળા દરમ્યાનના ઓવરઓલ પરફોર્મન્સમાં સાબરકાંઠા જિલ્લાની નેત્રમ ટીમે ૮૨.૬% મેળવીને પ્રથમ સ્થાન, ભાવનગર જિલ્લાની નેત્રમ ટીમે ૮૨.૬% મેળવીને દ્વિતિય સ્થાન અને મહેસાણા જિલ્લાની ટીમે ૭૮% મેળવીને તૃતીય સ્થાન મેળવ્યું હતું.

Previous articleબીએસસી સેમ-૬માં મરજીયાત વિષયમાં નાપાસ કરાતા કોર્ટ સભ્ય દ્વારા કુલપતિ સમક્ષ રજૂઆત
Next articleકલેક્ટર કચેરીએ કોંગ્રેસ દ્વારા ધરણા, પોલીસે અટકાયત કરી લેતા મિનીટોમાં વાવટો સમેટાયો