કલેક્ટર કચેરીએ કોંગ્રેસ દ્વારા ધરણા, પોલીસે અટકાયત કરી લેતા મિનીટોમાં વાવટો સમેટાયો

20

ઇ.ડી દ્વારા રાહુલ ગાંધીને સમન્સ પાઠવાતા કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો
એન્ફોર્સમેન્ટ ડીરેક્ટરોરેટ દ્વારા સતત ત્રીજા દિવસે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે. જે કોઈ પણ પુરાવા કે હકીકતોના આધાર વિના ઈડીનો વ્યક્તિગત, દ્વેષ અને રાજકીય કિન્નાખોરી માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ મામલે ભાવનગર કલેક્ટર કચેરી બહાર આજે કોંગ્રેસે ધરણા કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો જે મુજબ આજે ધરણા યોજ્યા હતાં. જો કે, પહેલેથી જ પોલીસનો બંદોબસ્ત ખડકાયેલો હતો અને કોંગી આગેવાનો ધરણા કરવા બેઠ્યા ત્યાં મિનીટોમાં જ તેઓની અટકાયત કરી લેતા ધરણાનો કાર્યક્રમ સમેટાઇ ગયો હતો.ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ પ્રતિક્રિયા આપ્ત જણાવ્યું કે, અત્યંત આઘાતજનક બાબતરૂપે પોલીસે એ.આઈ.સી.સી.ના વડામથકમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલા કાર્યકર્તા અને નેતાઓને બેરહેમીથી માર્યા હતા. સત્ય માટેની આ લડાઈ માટે એકતા અને શાંતિપૂર્વક દેખાવોને કચડી નાખવા માટે કેન્દ્રનું શાસન હતાશાપૂર્વક, પાશવી બળનો ઉપયોગ કરી રહ્યું છે. ભાવનગર શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ન્યાય માટેની લડત સાથે જોડાવા અને એ. આઈ.સી.સીના વડામથકની કામગીરીને અવરોધવા સહિત પોલીસ રાજના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ આપ્યો છે અને આગામી દિવસોમાં પણ દેખાવો કરી અન્યાય સાંખી નહીં લેવાય.

Previous articleનેત્રમ પ્રોજેકટમાં ભાવનગરને શોધ અને માર્ગ સુરક્ષા કેટેગરીમાં મળ્યું દ્વિતિય સ્થાન
Next articleરથયાત્રા : ભગવાનના શણગાર માટે વાઘાની તૈયારી