આગામી તા.૧ જુલાઇના રોજ ભાવનગર શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રામાં ભગવાનના કલાત્મક શણગાર માટે વાઘાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. વર્ષોથી ભગવાનના વાઘા બનાવવાની સેવા આપતા હરજીવનભાઇ દાણીધારીયા આ વર્ષે પણ ભગવાનના કલાત્મક વાઘા તૈયાર કરી રહ્યા છે.