રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં નારી ગામની સરકારી શાળા શ્રી જગદીશ્વરાનંદ પ્રા. શાળાએ સમૂહ ગીત સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. મોટા નામ વાળી ખાનગી અને ઇન્ટરનેશનલ શાળાઓ વચ્ચે એકમાત્ર સરકારી શાળા હોવા છતાં આ ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરીને માત્ર ભાવનગર તાલુકાનું જ નહીં પરંતુ સમગ્ર ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ પહેલા ક્યારેય કોઈ સરકારી શાળાએ આવી સિદ્ધિ પ્રાપ્ત કરી નથી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિન્સીપલ હિતેશભાઈ પુરોહીતે કર્યુ હતું.