S.T ડેપોના ટ્રાફિક કન્ટ્રોલર હજ મા જતા હોય સન્માન સમારંભ યોજાયો

55

આજ રોજ ભાવનગર ડેપો ના ટ્રાફિક કન્ટ્રોલર મુસ્તાકભાઈ મેઘાણી પવિત્ર હજ મા જવાના હોવાથી એસ.ટી કર્મચારી મંડળ અને મહામંડળ દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારંભ ભાવનગર ના ડેપો મેનેજર કે.જે.મેહતા સાહેબ ની અધ્યક્ષતામા યોજાયો હતો.આ સન્માન સમારોહ મા ગુજરાત રાજ્ય એસ.ટી કર્મચારી મહામંડળ ના કાર્યકારી પ્રમુખ દિલીપસિંહ ગોહિલ તથા પ્રદેશ અધ્યક્ષ મુસ્તુફાભાઈ ગોગદા અને ભાવનગર વિભાગ ના કાર્યકારી પ્રમુખ સુખદેવસિંહ ભાઇ જાડેજા,સંજયસિંહ ગોહિલ,અને અનેક કામદાર આગેવાનોએ મુસ્તાકભાઈ મેઘાણીને ફૂલહાર કરી શાલ ઓઢાડી સન્માન કરેલ. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આ સન્માન સમારંભના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય માનવ અધિકાર મંત્રી મુન્નાભાઈ વરતેજી એ હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુખદેવ સિંહ ભાઈ જાડેજા કર્યું હતું. આ કાર્યક્રમના અંતમાં મુસ્તાકભાઈ મેઘાણી પવિત્ર હજમા જતા હોય તેની ખુશીમાં તમામ કર્મચારીઓને આઈસ ક્રીમ ખવરાવી,અત્તર ની બોટલ ની ગિફ્ટ આપીને હાજર રહેલ તમામ કામદાર આગેવાનો ,અધિકારી સાહેબો અને દરેક કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો

Previous articleકટ્ટરવાદના વિરોધમાં વિહિપ અને બજરંગદળનું આવેદન
Next articleભાવનગરમાં ૧૧ કરોડના ખર્ચે ૧૦ મહિના પહેલાં અપાયેલું રોડનું કામ હજુ શરૂ ન થયું, રોડ વચ્ચે ઉતારેલી કપચી અકસ્માતને આમંત્રણ આપે છે