શહેરના દુખીશ્યામ બાપા સર્કલથી અધેવાડા સુધીનું રોડનું કામ ૧૦ માસ પૂર્વે કોન્ટ્રાક્ટરને આપી દીધું છે
ભાવનગર શહેરના પ્રવેશ દ્વારા તરીકે ઓળખાતા તળાજા હાઇવેનો મુખ્ય માર્ગ છે. તે ભાવનગર શહેરના દુખીશ્યામ બાપા સર્કલથી લઇને અધેવાડા સુધીનો સાઈડનો રોડ નવો બનાવવા માટે મનપાએ ૧૧ કરોડના ખર્ચે કે કોન્ટ્રાક્ટરને આપી દીધું છે. જે આજ સુધી શરૂ નહીં થતા અને જ્યાં છે ત્યાં અધુંરુ છોડી દેવતા લોકો પરેશાન થઇ રહ્યાં છે.ભાવનગરના દુખીશ્યામ બાપા સર્કલથી લઈને અધેવાડાના આ ૪ કિલોમીટરના સાઈડમાં આવેલ રોડ નવો બનાવવા કરવાનું મનપાએ નક્કી કર્યું હતું. આ માર્ગનું ૧૦ માસ પહેલા મનપાએ ખાતમુર્હત કર્યું હતું, પરંતુ હજુ આ કામ પૂરું થયું નથી. રૂપિયા ૧૧ કરોડના ખર્ચ આ રોડ બનવવાનું આયોજન મનપાનું છે, આ કામ માટે મનપાએ ઓર્ડર પણ કરી દીધો છે, અને ૐ કન્ટ્રક્શન કંપનીએ કામ ચાલુ કર્યા બાદ થોડા સમયમાં જ જેસે તે સ્થતિમાં મૂકી દેવતા વાહન ચાલકો અહીંના દુકાનદારો ભારે પરેશાનીનો સામનો કર રહ્યા છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ રોડ બનાવવા માટે કોન્ટ્રાકટરે દોઢ માસ પહેલા અહીં કપચી, માટી તેમજ અન્ય સામગ્રી ઠાલવીને તૈયાર રાખી હતું. પરંતુ આ કામ અત્યારે સુધી પુરુ થયું નથી. આ રોડ ભાવનગર-સોમનાથ અને વાયા મહુવાને જોડતો મુખ્ય માર્ગ હોઈ અહીં ૨૪ કલાક ટ્રાફિક રહે છે અને તેના કારણે આ રોડ પહોળો કરવો જરૂરી બન્યા છે. હવે ચોમાસાનો પ્રારંભ થઇ ચુક્યો છે, ત્યારે અધુરું છોડેલા કામને લઈ વાહનચાલકો અને રાહદારીઓ ૩ મહિના હેરાન થવાનો વારો આવશે. જો ચોમાસામાં વરસાદ આવે અને વરસાદી રોડ પર ફરી વળે અને રોડ દેખાય જ નહીં ત્યારે વાહનોના અકસ્માતની ભીતિ રહેલી છે. મહાનગરપાલિકાએ ભયજનક સૂચન વાળા બોર્ડ મુકવા જોઈએ જેથી કરીને વાહન ચાલકો અને રાહદારીઓ રોડની વચ્ચે પોતાની ગાડીઓ ચલાવે અને અકસ્માતથી બચે. હવે મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને આપેલું અને અધુરૂ છોડાયેલું કામ કયારે થશે તે મોટો સવાલ છે.