કે એલ રાહુલ માટે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં રમવું મુશ્કેલ, વન-ડે અને ટી ૨૦માંથી બહાર થઇ શકે છે

7

(એ.આર.એલ),મુંબઈ,તા.૧૭
કેએલ રાહુલને સાઉથ આફ્રિકા સામેની ટી-૨૦ સિરીઝ માટે કેપ્ટનશિપ મળી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ ગ્રોઈન ઈન્જરીને કારણે તે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો અને ઋષભ પંત ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. હાલમાં ટીમ ઈન્ડિયા સીરીઝમાં ૧-૨થી પાછળ છે. રાહુલ હાલમાં દ્ગઝ્રછમાં રિહેબ કરી રહ્યો છે અને તેની ઈજાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. તેની ઈર્જા હજુ સંપૂર્ણ રીતે થીક થઈ નથી. આવી સ્થિતિમાં તે ઈંગ્લેન્ડ સામે ૧ જુલાઈથી રમાનાર એકમાત્ર ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. આ સિવાય તેના માટે વનડે અને ટી૨૦ સિરિઝમાં પણ રમવું મુશ્કેલ છે. અહેવાલ અનુસાર, રાહુલ ક્યારે મેદાનમાં ઉતરશે તે સ્પષ્ટ નથી. માનવામાં આવી રહ્યું છે કે, તે થોડા સમય પહેલા દ્ગઝ્રછ પહોંચ્યો હતો. અને આ જાણકારી મળી હતી કે તેની ઈજા હજુ સુધી સંપૂર્ણ રીતે ઠીક થઈ નથી. ઈંગ્લેન્ડ સીરીઝમાં તેનું રમવું શંકાસ્પદ છે. ભારતીય ટીમનું પહેલુ ગ્રુપ ૧૬ જૂને ઈંગ્લેન્ડ માટે રવાના થશે. કોચ રાહુલ દ્રવિડ, ઋષભ પંત અને શ્રેયસ અય્યર સહિત બીજું ગ્રુપ ૨૦ જૂને જશે. તેઓ હાલમાં દક્ષિણ આફ્રિકા સામે સીરીઝ રમી રહ્યા છે.આ વાતની કોઈ ખાતરી નથી કે, સેલેક્શન કમેટી રાહુલની જગ્યાએ બીજા કોઈ ખેલાડીને મોકલશે. કારણ કે, પહેલાથી જ ૧૭ સભ્યોની ટીમની જાહેરાત થઈ ચૂકી છે. તેમાં ૩ ઓપનર બેટ્‌સમેન સામેલ છે. રાહુલની ગેરહાજરીમાં કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરશે.પરંતુ જો ટીમ મેનેજમેન્ટ તરફથી માંગ થશે તો મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરી શકાય છે. ગયા વર્ષે કોરોનાને કારણે ટેસ્ટ સીરીઝ પૂરી થઈ શકી નહોતી. ટીમ ઈન્ડિયા હાલમાં સીરીઝમાં ૨-૧થી આગળ છે.

Previous articleદીપિકા પાદુકોણ બીમાર થઈ તો પ્રભાસ ચિંતામાં મૂકાયો
Next articleહવે આપણને વિશ્વ ગુરૂ બનતા કોઇ પણ મહાસતા કે તાકાત રોકી શકે નહીં. જય હો!!