ભાવનગરમાં શહેર આજે ત્રણ કોરોનાનો નવા કેસ નોંધાયો

8

ભાવનગર જિલ્લામાં કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, ભાવનગર શહેરમાં આજે કોરોનાનો નવા ત્રણ કેસ નોંધાયો હતા, ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો ન હતો, જેમાં આજે શહેરમાં ત્રણ પુરુષ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં ૧૬ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૧ દર્દી મળી કુલ ૧૭ એક્ટિવ કેસ થયા છે. ાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૬૨ કેસ પૈકી હાલ ૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૬૧ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleહવે આપણને વિશ્વ ગુરૂ બનતા કોઇ પણ મહાસતા કે તાકાત રોકી શકે નહીં. જય હો!!
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે