ગોહિલવાડમાં વરસાદી માહોલ: તળાજા તાલુકાના ત્રાપજ ગામમાં ધીમીધારે વરસાદનું આગમન, ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ

21

ગોહિલવાડ પંથકમાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ
ભાવનગર જિલ્લામાં આજે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. તળાજા તાલુકામાં આવેલા ત્રાપજ ગામના વિસ્તારોમાં આજરોજ સવારથી ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. ત્યારે ભાવનગર શહેરમાં પણ સતત બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગોહિલવાડ પંથકમાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ હતું. આજે શનિવારે સવારે ભાવનગર જિલ્લામાં મેઘરાજાની સવારી આવી પહોંચતા લોકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામ વિસ્તારમાં આજે સવારથી જ ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. જિલ્લામાં વરસાદી માહોલ બંધાતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં બે દિવસ પહેલા મેઘરાજા મન મૂકીને વરસી પડ્યા હતા. જેમાં જિલ્લાના ઉમરાળામાં દોઢ ઇંચ, જેસર, તળાજા, ઘોઘા તથા ભાવનગર શહેરમાં પોણો ઇંચ, તળાજા અને વલ્લભીપુરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. ગારીયાધારમાં પણ વરસાદ વરસ્યો હતો.

Previous articleસીઆરસી-બીઆરસીની પરીક્ષામાં ગેરરીતિ?
Next articleસાળંગપુર ખાતે હનુમાનજીદાદા ને ખારેક નો દિવ્ય શણગાર કરાયો..