વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ માં સ્થાન પ્રાપ્ત કરતા આંતરરાષ્ટ્રિય લોક સાહિત્યકાર માયાભાઇ આહિરનું બહુમાન
૧૭/૬/૨૦૨૨ ના રોજ મહુવા સોરઠીયા આહીર સમાજ દ્વારા કીડઝિ સ્કૂલમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા એક્સિલન્સ એવોર્ડથી સન્માનિત આંતર રાષ્ટ્રીય લોક સાહિત્યકાર માયાભાઇ આહીરનું સન્માન કરવામાં આવ્યું હતું માયાભાઇ આહીર ને ગુજરાતી લોકસાહિત્ય, લોક ડાયરા અને ગુજરાતી ભજનના ક્ષેત્રમાં ૫૦૦૦ થી વધારે કાર્યક્રમો કરેલ અને ૩૮ દેશોમાં કાર્યક્રમો કરેલ તે બદલ આ એક્સિલન્સ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ માં સ્થાન મેળવવા બદલ મહુવા આહીર સમાજ દ્વારા રાખવામાં આવેલ કાર્યક્રમમાં સંત શ્રી ધનસુખનાથ બાપુ, યોગાનંદ બાપુ, ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, જીતુભાઈ કાછડ, જીલુભાઈ ભુકણ, કિશોરભાઇ સોરઠીયા, રાવતભાઇ કામળીયા, ડો. ડી.યુ. મોરી, ડો. જીવરાજ સોલંકી તેમજ જ્ઞાતિ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેરામણભાઈ ગોજીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..