ભાવનગર જિલ્લામાં આજે એક સાથે ૧૩ કોરોનાનો નવા કેસ નોંધાતા ફફડાટ

16

આજે ભાવનગર જિલ્લામાં એકાએક ૧૩ નવા કોરોના કેસ નોંધાતા ફફડાટ ફેલાયો હતો, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૧૨ નવા કેસ નોંધાયા હતા, જેમાં ૪ પુરુષ અને ૮ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ગ્રામ્યમાં પણ ૧ નવો કેસ નોંધાયા હતા, જેમાં ૧ પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં ૨૫ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૨ દર્દી મળી કુલ ૨૭ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૮૩ કેસ પૈકી હાલ ૨૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૬૧ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleસોરઠીયા આહિર સમાજ મહુવા દ્વારા માયાભાઈ આહીર નો સન્માનિત કાર્યક્રમ યોજાયો
Next articleભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ ડો. ભારતીબેન શિયાળ દ્વારા સાંસદ રમોત્સવ બાબતે અગત્યની બેઠક યોજાઇ