દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવાનો વિચાર સાકાર થઈ રહ્યો છે ત્યારે ભાવનગરના રમતવીરોને પ્રોત્સાહન આપવાના હેતુથી સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર શહેરના રમત ગમતના વિવિધ મેદાનોમાં આવતી કાલે ૧૮ અને ૧૯ જૂન ૨૦૨૨ અને શનિવારના રોજ ઇન્ડોર અને આઉટડોર રમતો જેવી કે કબડ્ડી, ખોખો, વોલીબોલ, મલખંભ, સૂર્ય નમસ્કાર, હોકી, ફૂટબોલ, કરાટે, સ્વિમિંગ, સ્કેટિંગ, એથ્લેન્ટિકસ જેવી વિવિધ રમતોનું આયોજન થવાનું છે. સમગ્ર શહેરના ત્રણ હજારથી વધુ રમતવીરો આ સાંસદ ખેલ રમોત્સવમાં ભાગ લેવાના છે ત્યારે ઉલ્લેખનીય છે કે વિશ્વની મોટી લોકશાહી એવા આપણાં ભારતની સ્થિતિ અગાઉ રમતગમત બાબતે દયનીય હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખેલ મહાકુંભનો ઉત્કૃષ્ટ વિચાર સાકાર કરેલ તે આપણે સૌ જાણીએ છીએ. દેશના યુવાનો રમત ગમત બાબતે પાછળ ન રહી જાય તે માટે થઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા. સાંસદ ખેલ રમોત્સવનો વિચાર સાકાર કરવા અર્થે તારીખ ૧૭ જૂન ૨૦૨૨ અને શુક્રવારના રોજ સાંજે ૬-૦૦ કલાકે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય, પંડિત દીનદયાળજી ભવન ખાતે સાંસદ ખેલ મહોત્સવ બાબતે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ભાજપના શહેર અઘ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ અને ડી.બી. ચુડાસમા સહિત સમગ્ર શહેર સંગઠન, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો તેમજ તમામ વોર્ડના હોદ્દેદારો, શિક્ષણ સમિતિના સદસ્યો, તમામ સેલ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.