ભાવનગર શહેર હોમગાર્ડઝ યુનિટનો “સાંસદ ખેલ સ્પર્ધા”માં ઉત્કૃષ્ટ દેખાવ

17

રમશે ગુજરાત-જીતશે ગુજરાત થીમ આધારિત આજરોજ બી.એમ. કોમર્સ હાઈસ્કુલ ખાતે “સાંસદ ખેલ સ્પર્ધા” અંતર્ગત યોજાયેલ વિવિધ ખેલ સ્પર્ધામાં માન. જિલ્લા કમાડન્ટશ્રી એસ. પી. સરવૈયા અને ભાવનગર શહેર ઓફિસર કમાન્ડિંગશ્રી એલ. સી. કોરડિયાના માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર હોમગાર્ડઝ યુનિટના જવાનો તેમજ મહિલાઓએ વોલીબોલ અને રસ્સા ખેંચ સ્પર્ધામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. વોલીબોલ સ્પર્ધામાં ભાવનગર શહેર હોમગાર્ડઝ યુનિટના જવાનોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો જ્યારે ભાવનગર શહેર હોમગાર્ડઝ યુનિટની બહેનો રસ્સા ખેંચ સ્પર્ધામાં ફાઈનલ મેચ જીતી હોમગાર્ડઝ દળનું ગૌરવ વધાર્યું હતું. આજની આ “સાંસદ ખેલ સ્પર્ધા” દરમ્યાન ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ દળના લીગલ સ્ટાફ ઓફિસરશ્રી શિશિરભાઈ ત્રિવેદી ખાસ હાજર રહી રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે રમતગમતમાં ભાગ લેનાર અને વિજેતા હોમગાર્ડઝ જવાન અને મહિલાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleટ્રાફિક નિયમોનું પાલન કરી અને આપણી સલામતી આપણે સુનિશ્ચિત કરવાની છે : ગુજરાત રોડ સેફ્ટી કમિશ્નર લલિત પાડલીયા
Next articleભાવનગરમાં “ગુજરાત ગૌરવ અભિયાન” હેઠળ ૧,૬૫૭ આવાસનો લોકાર્પણ તેમજ ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો