અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં બુધવારની સરખામણીમાં આજે ગુરુવારે આંશિક ઘટાડો થયો હોવા છતાં લોકોને આગઝરતી ગરમીનો અનુભવ થયો હતો. મહત્તમ તાપમાન મોટાભાગના વિસ્તારોમાં આજે ૪૧થી ૪૩ ડિગ્રીની આસપાસ રહ્યો હતો. આજે રાજ્યના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાન ૪૧થી ૪૩ વચ્ચે રહ્યું હોવા છતાં જનજીવન ઉપર યથાવત અસર થઇ હતી. બપોરના ગાળામાં લોકોએ આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી બે દિવસ દરમિયાન પારો ૪૦થી ૪૪ની વચ્ચે રહી શકે છે. હવામાન વિભાગ તરફથી આગામી ચાર દિવસ માટે હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. જેના લીધે તંત્ર વધારે સાવધાન થઇ ગયું છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૬.૮ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને રાહત આપવા માટે જુદા જુદા વિસ્તારમાં પાણીની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઘણી જગ્યાઓએ પાણીના જગ મુકાયા છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અનેક વિસ્તારોમાં સક્રિય થયેલી છે. જેના પરિણામ સ્વરૂપે લોકોને તીવ્ર ગરમી વચ્ચે મદદ કરવામાં આવી રહી છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગ તરફથી હિટવેવને લઈને કોઈ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ લોકો જોખમ લઈને બહાર નીકળવા માટે તૈયાર નથી. ગરમીના કારણે ઈન્ફેકશનની શક્યતા પણ દેખાઈ રહી છે. તંત્ર તરફથી પણ બિનજરૂરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવા જરૂરિયાત દેખાઈ રહી છે. વધતી જતી ગરમી વચ્ચે હાલમાં લોકોને સાવધાવ રહેવાની જરૂર છે. બીજી બાજુ હાલમાં ગરમીથી બચવા માટે તમામ પ્રયાસો જરૂરી છે. વધુ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. બીજી બાજુ બહારની ચીજવસ્તુઓને ટાળવા માટે પણ તબીબોની સૂચના છે. ઉંચા તાપમાન માટેની ચેવતણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. તીવ્ર હિટવેવ કચ્છના જુદા જુદા ભાગોમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ રહી શકે છે. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. આગામી ચાર દિવસ માટે હિટવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આજે સૌથી વધુ ગરમીનો અનુભવ કંડલા એરપોર્ટમાં થયો હતો. જ્યાં મહત્તમ તાપમાન ૪૩.૮ ડિગ્રી રહ્યું હતું. બપોરના ગાળામાં લોકોએ આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો. રસ્તાઓ સુમસામ દેખાયા હતા. બપોરના ગાળામાં આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો. અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં બપોરના ગાળામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું રહ્યું હતું. લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું છે. આગામી દિવસોમાં પણ ગરમીના પ્રમાણમાં વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આગામી દિવસોમાં પારો હજુ પણ ઉપર જઈ શકે છે. વધતી જતી ગરમીના કારણે લોકો હવે વધુમાં વધુ સાવધાન થયા છે અને બપોરના ગાળામાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વધતી ગરમી વચ્ચે પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ૧૯ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૭૪૩ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૧૯ જ દિવસમાં ૧૭૩ અને ટાઇફોઇડના ૨૦૪ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૧૯ દિવસના ગાળામાં ૨૭૬ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા.