પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન (ઉઇઉર્ઉં) હમેશા રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં અગ્રેસર છે અને તેમના દ્વારા ડિવિઝન પર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ ક્રમમાં, ૧૮ જૂન, ૨૦૨૨ (શનિવાર) ના રોજ, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર રેલ્વે મંડળના પ્રમુખ શ્રીમતી તુહિના ગોયલના નિર્દેશન હેઠળ સંગઠન દ્વારા સંચાલિત કિડ્સ હટ સ્કૂલમાં “ફાધર્સ ડે” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો અને તેમના પિતા માટે ફાયરલેસ રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧૧ લોકોએ તેમના બાળકોના સર્વાંગી વિકાસ અને તેમનું મનોબળ વધારવા માટે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતાને મહિલા કલ્યાણ સંગઠનના સેક્રેટરી શ્રીમતી કિરણ હંસેલિયાના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ઈન્ચાર્જ શ્રીમતી શિવાંગી જૈન અને શ્રીમતી સરોજ મૌર્ય, ખજાનચી શ્રીમતી ઇશા ગુપ્તા અને આચાર્ય શ્રીમતી વિભા અને શ્રીમતી મુસ્કાન ઉપસ્થિત રહ્યા હતા. તમામ શિક્ષકો અને વાલીઓના સહકારથી આ કાર્યક્રમ સફળ થયો હતો.